અમદાવાદ : સિવિલ હોસ્પિટલમાં રીટ્રાઇવલ સેન્ટરની મંજૂરી મળ્યાના ૫૨૦ દિવસમાં ૬૭ બ્રેઇનડેડ અંગદાતાઓના અંગદાનમાં મળેલા ૨૧૦ અંગોથી ૧૮૭ પીડિત જરૃરિયાતમંદોને નવજીવન મળ્યું છે.સિવલ હોસ્પિટલની સોટ્ટોની ટીમના ૧૦ સભ્યોની ૨૦૦૦થી વધુ કલાકોની મહેનતથી ૨૧૦ અંગોના રીટ્રાઇવલમાં ૧૮૭ વ્યક્તિઓનું જીવન પીડામુક્ત થયુ છે.ર્ીને જ્યારે બ્રેઇનડેડ જાહેર કરવામાં આવે છે ત્યારે ર્ીને આઇ.સી.યુ.થી રીટ્રાઇવલ સેન્ટર સુધી લઇ જઇ અંગોને રીટ્રાઇવલ કરવાની સમગ્ર પ્રક્રિયામાં ૮ થી ૧૦ કલાક જેટલો સમય લાગતો હોય છે.સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષીના જણાવ્યા મુજબ સિવિલ હોસ્પિટલમાં રીટ્રાઇવલ સેન્ટરની શરૃઆત થઈ ત્યારબાદ અત્યાર સુધીમાં અંગદાતાઓ દ્વારા અંગદાનમાં મળેલા અંગોમાં ૧૦૮ કિડની,૫૭ લીવર,૭ સ્વાદુપિંડ,૧૪ હ્યદય,૬ હાથ અને ૯ ફેફસાનું દાન મળ્યું છે.
જેને વર્ષોથી અંગોની ખોડખાંપણ થી પીડિત દર્દીઓનું જીવન બદલ્યું છે.૫૨૦ દિવસમાં ૬૭ બ્રેઈનડેડ વ્યક્તિઓનું અંગદાન મળ્યુ છે.જેને ૧૮૭ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામા આવ્યુ છે.કેટલાક પ્રત્યારોપણ અમદાવાદની જ હોસ્પિટલોમાં અને કેટલાક પ્રત્યારોપણ રાજ્ય બહારની હોસ્પિટલમાં થયા છે.છેલ્લે ૬૭મા અંગદાનમાં મહેસાણાના મુકેશ પરમારને બ્રેઈનડેડ જાહેર કરાયા બાદ તેમના પરિવારની સંમંતિથી બે કિડનીનું દાન મળ્યુ છે.


