મુંબઈ : અભિનેત્રી અનન્યા પાંડેએ ગાંજો પૂરો પાડયાની માહિતી આર્યન ખાને ે આપ્યા બાદ અનેસીબી અધિકારીએ અનન્યાને તપાસ માટે બોલાવી હતી.એ વખતે તેણે આરોપ નકારી કાઢ્યા હતા.પોતે આર્યનને ગાંજો આપ્યો નથી.તે ખોટું બોલતો હોવાનો દાવો તેણે એનસીબી સમક્ષ કર્યો હતો.એનસીબીએ તેનો જવાબ આરોપનામામાં જોડયો છે.
અનન્યા તેની નાની બહેનને ગાંજો ફૂંકતા પકડી હતી.તે નિયમિત ગાંજો પીતી નથી.માતાપિતા સુધી વાત પહોંચે નહીં એટલે તેણે ગાંજાનો નિકાલ કરવા પોતાને આપ્યો હોવાનું આર્યને એનસીબીને જણાવ્યું હતું. આ બાબતે અનન્યાને પૂછવામાં આવતાં તેણે જણાવ્યું હતું કેે પોતે આર્યનની બાળપણની મિત્ર છે.તેમના માતાપિતા પણ મિત્રતા ધરાવે છે.૨૦૧૯ સુધી અમારી ગાઢ મિત્રતા હતા ત્યાર બાદ અમે કામમાં વ્યસ્ત થઈ ગયા અને દૂર થઈ ગયા હતા.તેમ છતાં અમે એકબીજાના સંપર્કમાં રહેતા ક્યારેય વાચચીત કરતા પણ પોતે ક્યારેય કોઈને ડ્રગ્સ આપ્યું નથી.પોતે ક્યારેય ડ્રગ માટે કોઈને પૈસા આપ્યા નથી.ડ્રગનું વેચાણ કરવાના વ્યવસાયમાં નથી અને ડ્રગ વિક્રેતાની પણ જાણ નથી,એમ તેણે જણાવ્યું હતું.આર્યન સાથેની ચેટિંગ એક મજાક હોવાનું તેણે જણાવ્યું હતું.આર્યને તેને જણાવ્યું હતંં કે હું તારી પાસેથી ચોરીછુપીથી ડ્રગ લઈશ.તે મને ચિડાવવા માટે આમ કહેતો હતો.આર્યન અને પોતે એક સાથે ધૂમ્રપાન અને મદ્યપાન કર્યું છે પણ અમે ક્યારેય ડ્રગ લીધું નથી,એમ અનન્યાએ જણાવ્યું હતું.