નવી દિલ્હી : 1 જુન,2022,બુધવાર : ઉત્તરપ્રદેશના વીજળી વિભાગના એક કાર્યાલયમાં આતંકી ઓસામા બિન લાદેનનો ફોટો લટકાવવાનો મામલો વાયરલ થતા જ હાહાકાર મચી ગયો છે.ફોટોની નીચે શ્રધ્યે ઓસામા બિન લાદેન વિશ્વન કા સર્વશ્રેષ્ઠ અવર અભિયંતા લખવામાં આવ્યું હતું.આની નીચે એસડીઓ રવિન્દ્ર પ્રકાશ ગૌતમનું નામ પણ જોવા મળતું હતું.આ અંગે એસડીઓનું કહેવું હતું કે લાદેન મારા ગુરુ છે. બીજી બાજુ આ વિવાદાસ્પદ ફોટો વાયરલ થતા તપાસ કમિટી રચવામાં આવી હતી.
ઉતરપ્રદેશના ફરુખાબાદમાં નવાબગંજ વીજળી નિગમ કાર્યાલય પરિસરમાં વેટિંગ રુમની વોલ પર લગાડવામાં આવી હતી.ઓસામા બીન લાદેનનો ફોટો જોઇને સૌને ખૂબ નવાઇ લાગતી હતી.કર્મચારીઓએ આ અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી.આથી તાબડતોબ લાદેનનો ફોટો હટાવી લેવાની ફરજ પડી હતી.આ અંગે ઉપખંડ અધિકારી ફોન કર્યો ત્યારે પણ અધિકારીએ લાદેનને પોતાના ગુરુ ગણતો હોવાનું જણાવ્યું હતું.એટલું જ નહી ફોટો જ હટાવી લેવામાં આવશે તો બીજો લગાવવાનું કહયુ હોવાનું પણ જાણવા મળે છે.ઓસામા કેવી રીતે ગુરુ છે તે અંગે કોઇ જ ફોડ પાડવામાં આવ્યો ન હતો.અધિક્ષણ અભિયંતાના જણાવ્યા અનુસાર લાદેનનો ફોટો હટાવી લેવામાં આવ્યો છે અને મામલાની તપાસ માટે એક કમિટી ગઠિત કરવામાં આવી છે.જે કર્મચારીઓની તપાસ કરીને તેના આધારે કાર્યવાહી કરશે.

