અમદાવાદ : હાર્દિક પટેલ 2019માં કોંગ્રેસમાં જોડાયા હતા અને બાદમાં તેને રાજ્ય એકમના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.ગુજરાતમાં આગામી થોડા મહિનામાં ચૂંટણી યોજાવા જઈ રહી છે.એક સમયે ભાજપના કટ્ટર આલોચક અને કોંગ્રેસના પૂર્વ નેતા હાર્દિક પટેલ(Hardik Patel)આજે ભાજપના કેસરિયમાં રંગાવા જઈ રહ્યા છે.પટેલ એવા સમયે પાર્ટીમાં જોડાઈ રહ્યા છે જ્યારે આ વર્ષના અંતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી થવાની છે.રાજ્યમાં ભાજપ બે દાયકા કરતાં વધુ સમયથી સત્તામાં છે.કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ,તેમણે કોંગ્રેસ નેતૃત્વની આકરી ટીકા કરી હતી,જ્યારે ભાજપની નિર્ણય લેવાની ક્ષમતા અને તેની કાર્યશૈલીની પ્રશંસા કરી હતી.હાર્દિક પટેલ 2019માં કોંગ્રેસમાં જોડાયા હતા અને બાદમાં તેને રાજ્ય એકમના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.ગુજરાતમાં આગામી થોડા મહિનામાં ચૂંટણી યોજાવા જઈ રહી છે.


