By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: PM મોદીની બેઠક ઉપર ભાજપ સામે લડનારા કોંગ્રેસી શ્વેતા બ્રહ્મભટ્ટએ પણ કેસરિયો ધારણ કર્યો …કર્યા મોદીના વખાણ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > PM મોદીની બેઠક ઉપર ભાજપ સામે લડનારા કોંગ્રેસી શ્વેતા બ્રહ્મભટ્ટએ પણ કેસરિયો ધારણ કર્યો …કર્યા મોદીના વખાણ
GandhinagarGeneralPolitics

PM મોદીની બેઠક ઉપર ભાજપ સામે લડનારા કોંગ્રેસી શ્વેતા બ્રહ્મભટ્ટએ પણ કેસરિયો ધારણ કર્યો …કર્યા મોદીના વખાણ

HM News
Last updated: 02/06/2022 9:59 AM
HM News
3 years ago
Share
SHARE

– શ્વેતા બ્રહ્મભટ્ટ 2017ની વિધાનસભા ચૂંટણી વખતે મણિનગર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર હતા

ગાંધીનગર, તા. 02 જૂન 2022, ગુરૂવાર : કોંગ્રેસના મહિલા નેતા શ્વેતા બ્રહ્મભટ્ટે આજે કેસરિયો ખેસ ધારણ કર્યો છે.ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે કમલમ ખાતે કોંગ્રેસના ભૂતપૂર્વ આગેવાન શ્વેતા બ્રહ્મભટ્ટને કેસરિયો ખેસ ધારણ કરાવ્યો હતો. મોદીની બેઠક ઉપર ભાજપ સામે લડનારા શ્વેતા બ્રહ્મભટ્ટ હવે ભાજપમાં જોડાઈ ગયા છે.ઉલ્લેખનીય છે કે, શ્વેતા બ્રહ્મભટ્ટ 2017ની વિધાનસભા ચૂંટણી વખતે મણિનગર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર હતા.

જાણવા મળ્યા મુજબ હાર્દિક પટેલે શ્વેતા બ્રહ્મભટ્ટની સાથે કેસરિયો ખેસ પહેરવાની ના પાડી દીધી હતી.આ કારણે બે અલગ અલગ બે કાર્યક્રમ રાખવા પડયા હતા.તે અંતર્ગત પહેલા શ્વેતા બ્રહ્મભટ્ટને ભાજપનો ખેસ પહેરાવવામાં આવ્યો છે.શ્વેતા પટેલે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, ‘હું પહેલેથી વડાપ્રધાન મોદીની પ્રશંસક રહી છું.હું જ્યારે તેમને મળી ત્યારે તેમના માટેના માનમાં વધારો થયો હતો.તેમની દેશ માટેની કામગીરી અને નિષ્ઠા ખૂબ જ પ્રેરણા આપનારા છે.’

હાર્દિક પટેલ અલગથી શક્તિ પ્રદર્શન કરવા ઈચ્છતા હોવાથી શ્વેતા બ્રહ્મભટ્ટને પહેલાં ભાજપમાં જોડાઈ જવા કહી દેવાયુ હતું. ટૂંકમાં, ભાજપમાં પ્રવેશ મુદ્દે ડખો થતાં અલગ અલગ કાર્યક્રમ રાખવા પડ્યા છે.પૂર્વ કોંગ્રેસી નેતા શ્વેતા બ્રહ્મભટ્ટના કહેવા પ્રમાણે તેઓ જે ધ્યેય સાથે કોંગ્રેસમાં જોડાયા હતા તે પૂર્ણ ન થઈ શક્યા.આ સાથે જ તેમણે કોંગ્રેસમાં વિઝન અને મેનેજમેન્ટનો અભાવ હોવાનો આરોપ લગાવ્યો હતો.વધુમાં તેમણે કોંગ્રેસમાં પાર્ટી કોઈ કામ સોંપે તો વરિષ્ઠ નેતાઓ કામ નથી કરવા દેતા તેવો પણ આક્ષેપ કર્યો હતો.

સુરતમાં શંકાસ્પદ ર૦૦૦ની નોટ મળી
સુરત સાયબર ક્રાઇમની ટીમે દરોડા પાડી રૂ. 1.41 કરોડની રોકડ પકડી પાડી, એકની અટકાયત
RSS પણ શરુ કરશે IT સેલ, સોશિયલ મિડિયા થકી લોકો સાથે જોડાશે
ઉત્તરપ્રદેશમાં વરસાદ, વીજળી પડતાં બેનાં મોત, આજથી હિટવેવની આગાહી
ચીન પરની નિર્ભરતા ખતમ કરો : અમેરિકન કંપનીઓને ચીનમાંથી પછી બોલાવી લ્યો : અમેરિકન કોંગ્રેસમેન થોમ ટીલિસ
Share This Article
Facebook Email Print
Previous Article ભાજપ સામે બાંયો ચડાવનારાનું ભાજપમાં ‘હાર્દિક’ સ્વાગત
Next Article Займ на Киви кошелек онлайн, взять микрозайм на Qiwi круглосуточно
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up