વૉશિંગ્ટન, તા. 25 માર્ચ 2020 બુધવાર
સીએનએન, અમેરિકા
ભારત સંભવિત કોરોના વાઇરસના સંકટનો સામનો કરી રહ્યું છે ત્યારે શું દેશ 21 દિવસના લોકડાઉન માટે તૈયાર છે? આ શીર્ષક હેઠળ સીએનએનએ ન્યૂઝ લખતાં જણાવ્યું છે કે, ભારતના ભીડભાડવાળા રસ્તાઓ શાંત છે. ડિલિવરી ડ્રાઇવરોએ ફેસ માસ્કમાં જોઇ શકાય છે. આ રાષ્ટ્રવ્યાપી લોકડાઉન સાથે કોરોના મહામારીને રોકવા ભારતે અભૂતપૂર્વ 21 દિવસીય લોકડાઉનનો નિર્ણય કર્યો છે. ભારત વિશ્વનો બીજો સૌથી વધુ વસતી ધરાવતો દેશ છે અને દુનિયાભરની વ્યાપાર કનેક્શનની પાંચમી મોટી અર્થવ્યવસ્થા છે.
આટલા મોટા આકારનો દેશ, 1.34 બિલિયન દેશવાસીઓ આ મહામારીની મારથી બચેલા છે. અત્યાર સુધી ભારતમાં કોરોના વાઇરસના 492 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આનાથી વિપરીત દક્ષિણ કોરિયાના આબાદી 3.8 ટકા છે. જ્યાં ભારત કરતાં 9000 લોકો કોરોનાથી પ્રભાવિત કેસ છે. ચીન જ્યાં આ પ્રકોપની શરુઆત થઇ ત્યાં 1.39 બિલિયન લોકોની વસતીમાં 81000 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. મંગળવારની રાત્રે મોદીએ બુધવારની રાતથી શરુ થતા 21 દિવસના દેશવ્યાપી બંધનો આદેશ આપ્યો. આ આદેશ વૈશ્વિક સ્તર પરનો સૌથી મોટો કહેવાય છે. પરિવહન, મોલ અને ખાનગી બજારોની સેવાઓ બંધ થઇ જશે. પરંતુ દેશમાં સૌથી મોટા નુકસાનની આશંકાઓ સેવાઇ રહી છે. વિશેષજ્ઞોએ કહ્યું છે કે ભારત જરુરી લોકોનું પરિક્ષણ કરી રહ્યું છે અને દેશવ્યાપી તાલાબંધીની વ્યવહારતા અને સ્થિરતા પર સવાલ ઉઠાવ્યા છે.
ધ ન્યૂયોર્ક ટાઇમ્સ, અમેરિકા
ભારતના પ્રધાનમંત્રીએ બુધવારથી શરુ થતા ત્રણ વીક માટે 1.3 બિલિયન લોકોને ઘરોમાં જ રહેવાનો આદેશ કર્યો છે. કોરોના વાઇરસ સામે લડવા માટે સૌથી મોટી અને સૌથી ગંભીર કાર્યવાહી છે. આ પ્રકારની ચેતવણીની ગંભીરતા એવા દેશમાં છે જ્યાં નાગરિકો નિરાશ્રિત છે અને ખૂબ મોટાપ્રમાણમાં ગરીબો શહેરોમાં “ગરીબ સ્વચ્છતા” અને “નબળા સાર્વજનિક સ્વાસ્થ્ય” વચ્ચે રહે છે.
ચાઇના ડેઇલી, ચીન
COVID-19 મહામારી વિરુદ્ધ લડવા ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારના રોજ 21 દિવસના “દેશવ્યાપી લોકડાઉન”ની જાહેરાત કરી છે, જેની શરુઆત મંગળવારના રોજ 2400 કલાકે થઇ. તેઓ દેશવાસિયોને ઘરોની અંદર જ રહેવા અને બહાર નીકળવાનું જોખમ ન લેવાનો આગ્રહ કર્યો. એક વીકથી ઓછા સમયમાં દેશવાસિયો માટે પીએમ મોદીનું બીજું સંબોધન હતું. આ પહેલાં તેઓએ 19 માર્ચના રોજ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. જોકે પ્રધાનમંત્રીએ આશ્વાસન આપ્યું કે લોકડાઉન દરમિયાન દેશભરમાં આવશ્યક ચીજવસ્તુઓની અછત નહીં સર્જાય.
આ ઉપરાંત 15000 કરોડ રુપિયાનું આર્થિક પેકેજ જાહેર કર્યું છે. વાંગ યી એ કોવિડ-19 સામેની લડાઇમાં ભારત સાથે સહાનુભૂતિ અને એકતા વ્યક્ત કરી છે. ચીન અમારી સાથે અનુભવ શેર કરવા, અમારી ક્ષમતાની સહાયતા આપવા અને ભારતમાં ખરીદી માટે ચેનલ ખોલવા તૈયાર છે. મંગળવારના રોજ ભારતમાં ચીનના રાજદુત સુન વેઇદોંગ એ ટિ્વટ કરી આ માહિતી આપી હતી.
ધ જાપાન ટાઇમ્સ
ધ જાપાન ટાઇમ્સે બ્લૂમબર્ગના રિપોર્ટને ટાંકતા જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રણ વીકના લાંબા સમયના લોકડાઉનની તાળાબંધી કરી દીધી છે. કોરોના વાઇરસના સંક્રમણોના પ્રસારને રોકવા અને સ્વાસ્થ્ય દેખરેખ હેઠળ અતિરિક્ત 1.97 બિલિયન ડોલરની આર્થિક મદદ કરાઇ છે. મોદીએ મંગળવારના રોજ સંબોધન કર્યું કે, જો આપણે સ્વાસ્થ્ય વિશેષજ્ઞોની વાત સાંભળીએ તો ખ્યાલ આવશે કે ટ્રાન્સમિશન ચક્રને તોડવું પડશે.થોડા દિવસ ભૂલી જાઓ કે બહાર નીકળવાનું છે. આજે દેશવ્યાપી તાળાબંધી છે તમારા ઘર આગળ રેખા ખેંચી દો. ભારત કોરોના વાઇરસને ફેલતા રોકવા આર્થિક અને સ્વાસ્થ્ય સંબંધી સંકટ સામે સંઘર્ષ કરી રહ્યો છે. ભારતમાં 519 લોકો કોરોનાથી સંક્રમિત છે અને 10 લોકોના મોત થઇ ચૂક્યા છે.
બોમ્બે સ્ટોક એક્સચેન્જના આશીષ ચૌહાણે લોકડાઉનના માધ્યમથી થોડી અવરજવર શરુ રહેશે. પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના સુરેશકુમારે કહ્યું કે અહીં અમારી અને વાઇરસના વચ્ચે અસ્તિત્વની લડાઇ છે. અહીંયા પૂર્ણ લોકડાઉનના ત્રણ વીક મહત્વપૂર્ણ છે કારણ કે અહીંયા જનસંખ્યા અને લિમિટેડ રિસોર્સીસનું પ્રમાણ વધ્યું છે.


