નવી દિલ્હી : 16 વર્ષ અગાઉ વારાણસીમાં થયેલા સીરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ગાઝિયાબાદ જિલ્લા અને સત્ર કોર્ટે દોષિત વલીઉલ્લાહને ફાંસીની સજા જાહેર કરી છે.આ કેસમાં આતંકી વલીઉલ્લાહ ઉર્ફે ટુંડા બે દિવસ અગાઉ દોષિત જાહેર કરાયો હતો.વલીઉલ્લાહ ડાસના જેલમાં બંધ છે.તેને બે કેસમાં દોષિત ઠરાયા છે.આ વિસ્ફોટોમાં ૨૦ લોકોના મોત થયા હતા અને ૧૦૦થી વધુને ઇજા પહોંચી હતી.વારાણસી સીરિયલ બ્લાસ્ટ કેસમાં પાંચમી જૂને સેશન કોર્ટમાં સુનાવણી થઇ હતી.જેમાં વલીઉલ્લાહને બે કેસોમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. કોર્ટે એક કેસમાં આજીવન કારાવાસ તો બીજા કેસમાં ફાંસીની સજા સંભળાવી હતી.જોકે અલ્હાબાદ હાઇકોર્ટે મોતની સજાને મંજૂરી આપવાની રહેશે.
કેસનો ચુકાદો જિલ્લા જજ જિતેન્દ્ર કુમાર સિંહાએ આપ્યો હતો.ટુંડા સામે ૩૦૨,૩૨૪,૩૦૭,૩૨૬ સહિત વિસ્ફોટક પદાર્થો રાખવા સહિત અનેક કલમો હેઠળ કેસ ચલાવવામાં આવ્યો હતો.દશમેધ મંદિરમાં વિસ્ફોટકો એક કાળા રંગની બેગમાં મળી આવ્યા હતા.તેને વિવિધ કેસોમાં~૩૦,૦૦૦ અને~૨૦,૦૦૦ સુધી દંડ અને આઇપીસીની કલમ ૩૦૨માં ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી.સંકટમોચન કેસમાં કુલ ૪૭ સાક્ષીઓની ઉલટતપાસ કરાઇ હતી.ઉલ્લેખનીય છે વારાણસીના વકીલોએ વલીઉલ્લાહનો કેસ લડવાનો ઇનકાર કરી દીધો હતો.

