સુરત : તા.7 જૂન 2022,મંગળવાર : દક્ષિણ ગુજરાતના નવસારી-મરોલી અને સંજાણ-ભીલાડ વિભાગો વચ્ચે રોડ ઓવર બ્રીજ (ROB)ના નિર્માણ માટે ટ્રાફિક અને પાવર બ્લોકને કારણે,આજરોજ તા.7મીને મંગળવારના રોજ કેટલીક ટ્રેનો નિયંત્રિત,ટૂંકી-ટર્મિનેટ,આંશિક રીતે રદ,ફરી શેડ્યૂલ કરવામાં આવશે.ડાઉન ટ્રેનો (14805) યશવંતપુર-બાડમેર 50 મિનિટ માટે નિયંત્રિત (12925) બાંદ્રા ટર્મિનસ-અમૃતસર 45 મિનિટ માટે નિયંત્રિત,(12216),બાંદ્રા ટર્મિનસ-દિલ્હી સરાઈ રોહિલા 35 મિનિટ માટે નિયંત્રિત,(12217)કોચુવેલી-ચંદીગઢ 25 મિનિટ માટે નિયંત્રિત,(09143)વિરાર-વલસાડ શટલ 1 કલાક માટે નિયંત્રિત થશે.
જ્યારે ટૂંકી ટર્મિનેટ અને આંશિક રદ કરાયેલી ટ્રેનમાં(09159)બાંદ્રા ટર્મિનસ-વાપી ટ્રેન ઉમરગામ રોડ પર ટૂંકી ટર્મિનેટ થશે અને ઉમરગામ રોડ-વાપી વચ્ચે અને (09144) વાપી-વિરાર વાપી-ઉમરગામ રોડ વચ્ચે રદ રહેશે.
ROBના નિર્માણ માટે ટ્રાફિક અને પાવર બ્લોકને કારણે લાંબા અંતરની કેટલીક ટ્રેનોને નિયંત્રિત કરાશે
Leave a Comment

