By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કતારગામ માધવાનંદ સર્કલ નજીક રત્નકલાકારને ચપ્પુના ઘા ઝીંકાતા ગંભીર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > કતારગામ માધવાનંદ સર્કલ નજીક રત્નકલાકારને ચપ્પુના ઘા ઝીંકાતા ગંભીર
GeneralSurat

કતારગામ માધવાનંદ સર્કલ નજીક રત્નકલાકારને ચપ્પુના ઘા ઝીંકાતા ગંભીર

HM News
Last updated: 08/06/2022 6:46 AM
HM News
3 years ago
Share
SHARE

સુરત : સુરતના કતારગામ માધવાનંદ સર્કલ પાસે રત્નકલાકાર યુવાન ઉપર નજીકમાં રહેતા યુવાને સગાઈના ઇન્કાર બાદ પણ બહેનને મેસેજ કરે છે તેવા વહેમમાં જીવલેણ હુમલો કર્યો હતો.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ બનાસકાંઠાના વાવના ભાટવર ગામના વતની અને સુરતના કતારગામ હરિઓમ સોસાયટી શિવદર્શન સોસાયટી ફ્લેટ નં.204 માં રહેતા 51 વર્ષીય હીરાદલાલ પીરાભાઈ શંકરભાઈ પ્રજાપતિનો પુત્ર પાર્થ ઉર્ફે કાળીયો(ઉ.વ.21)રત્નકલાકાર તરીકે કામ કરે છે.પાર્થને બનાસકાંઠાના થરાદના જામપુરના વતની હરચંદભાઈ પ્રજાપતિની પુત્રી સીમા(નામ બદલ્યું છે)પસંદ હોય ત્રણ મહિના અગાઉ પીરાભાઈએ સામાજીક રીતે પાર્થ અને સીમાની સગાઈની વાત હરચંદભાઈને કરી હતી.પણ તેમણે સગાઈનો ઈન્કાર કરી દીધો હતો.જોકે,ત્યાર બાદ પાર્થ સીમાને મેસેજ કરી વાત કરે છે તેવી શંકા સીમાના ભાઈ જીતુને હતી.આથી જીતુ પાર્થને સબક શીખવવા છેલ્લા કેટલાક દિવસથી ચપ્પુ લઈ ફરતો હતો અને તેને શોધતો હતો.

દરમિયાન,ગતરાત્રે 9.30 વાગ્યાના અરસામાં પાર્થ કતારગામ માધવાનંદ સર્કલ શક્તિનગર સોસાયટી શ્રી નાથજી હોમ ડેકોર નામની દુકાન સામેથી પસાર થતો હતો ત્યારે જીતુએ તેને આંતરી ચપ્પુ વડે હુમલો કરી પાર્થને છાતીના ભાગે,ડાબા પડખે બગલથી નીચે,કમરથી ઉપરના ભાગે ડાબી બાજુએ પાંચ ઘા મારતા ગંભીર ઈજા થઈ હતી.પાર્થને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતા તેની હાલત ગંભીર હોય આઈસીયુમાં દાખલ કર્યો હતો.બનાવની જાણ થતા દોડી ગયેલી કતારગામ પોલીસે પીરાભાઈની ફરિયાદના આધારે જીતુ વિરુદ્ધ હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.વધુ તપાસ પીઆઈ બી.ડી.ગોહીલ કરી રહ્યા છે.

સેનાભવન અને માતોશ્રી પર સિક્યૉરિટી વધારાઈ
સુરતી વેપારીની અનોખી ઓફર:‘1 કિલો પતંગની દોરીની ગૂંચ આપી જાઓ, 1 કિલો ખમણ કે ચીઝ રોલ-લોચો ફ્રી લઈ જાઓ’
પાલ ગૌરવ પથ પર સ્નેચરો ત્રાટકયા, પુશપાલન નિયામકની ચેઇન આંચકી ફરાર
સાયબર એટેક બાદ ડૉ.રેડ્ડીઝ લેબોરેટરીએ પોતાનાં તમામ પ્લાન્ટ બંધ કર્યા
પ્રમુખપદ છોડે એટલે ટ્રમ્પનું આવી બનશે, સિગ્નેચર બેંકે તો પગલાં લેવા માંડ્યાં
Share This Article
Facebook Email Print
Previous Article એસટી કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ આવતાં 18મીથી અચોક્કસ મુદતનુ માસ સીએલ મોકૂફ
Next Article સુરત-દ.ગુજ.માં 10 થી 12 જુન વચ્ચે અતિ હળવા વરસાદની આગાહી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up