મુંબઈ : મહારાષ્ટ્રના ધો.૧૨ વિદ્યાર્થીઓની પ્રતીક્ષાનો આખરે અંત આવ્યો છે.આવતીકાલે બપોરે એક વાગ્યે મહારાષ્ટ્ર બોર્ડનું ધોરણ ૧૨નું રીઝલ્ટ જાહેર કરવામાં આવશે.આ વર્ષે રાજ્યભરના ૧૪,૮૫,૮૨૬ વિદ્યાર્થીઓએ બારમાની પરીક્ષા આપી હતી.કોરોના બાદ પહેલીવાર આ વર્ષે બારમાની પરીક્ષા ઓફલાઈન લેવામાં આવી હતી.આથી વિદ્યાર્થીઓ માટે આ પરિણામ ખાસ રહેશે.એચએસસીની પરીક્ષા ચોથી માર્ચથી સાતમી એપ્રિલ દરમ્યાન લેવાઈ હતી.જેમાં રાજ્યભરના ૧૪ લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.વિદ્યાર્થીઓ તેમનું પરિણામ બોર્ડની વેબસાઈટ પર જોઈ શકશે.પરિણામ જાણવા માટે વિદ્યાર્થીઓએ વેબસાઈટ પર ગયા બાદ તેમની સીટ નંબર અને માતાનું નામ બોક્સમાં ભરવાનું રહેશે.ત્યારબાદ તેમને પરિણામ જોવા મળશે.


