સુરત : લગ્નની લાલચ આપી હતી બાદમાં મિત્રના હવાલે કરીઃજમીન દલાલ જયેશ બોટેદકર તથા યોગેશ પવારની ધરપકડ કરી 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા ડીવોર્સી મહીલાને લગ્નની લાલચ આપીને શરીર સંબંધ બાંધતો વીડીયો મોબાઈલમાં ઉતાર્યા બાદ તેના આધારે મિત્રો સાથે મળીને ધાકધમકી આપીને વધુ એકવાર બળાત્કાર ગુજારનાર બે આરોપીઓની ધરપકડ કરીને ઉમરા પોલીસે આજે દશ દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કરતાં કોર્ટે આરોપીઓને ચાર દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપતો હુકમ કર્યો છે.ફરીયાદી ડીવોર્સી મહીલાએ34 વર્ષીય આરોપી જમીન દલાલ જયેશ ઉર્ફે જય હેમંતકુમાર બડોદેકર(રે.બંગલા નં.18,નંદનવન સોસાયટી,ઘોડદોડ રોડ)એ લગ્નની લાલચ આપીને શરીર સંબંધ બાંધીને વીડીયો ઉતાર્યા બાદ તા.8મી મેના રોજ સાંજે આરોપી જયેશે પોતાના ઘરે ફરીયાદી સાથે વધુ એકવાર શરીર સંબંધ બાંધ્યો હતો.ત્યારબાદ મૂળ મહારાષ્ટ્રના ધુલિયાના વતની તથા સંચાના મશીનમાં મજુરી કામ કરતાં 27 વર્ષીય સહ આરોપી યોગેશ ઉર્ફે યોગી અરૃણ પવાર(રે.મકાન નં.69,પ્રિયંકા સીટી ગોલ્ડ,ભેસ્તાન સર્કલ)ફરીયાદી મહીલા સાથે જબરજસ્તીથી શરીર સંબંધ બાંધ્યો હતો.જેનો વીડીયો આરોપી ધુ્રવ લસકરેએ ઉતારીને ગાળો આપી ઢીકકમુક્કીનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ કેસમાં ઉમરા પોલીસે ધાકધમકી આપી માર મારીને સામુહિક બળાત્કાર ગુજારવા તથા આઈટી એક્ટના ભંગ બદલ ગુનો નોંધી આરોપી જયેશ તથા સહ આરોપી યોગેશ પવારની ધરપકડ કરી હતી.બંને આરોપીઓના કોવિડ-19ના રિપોર્ટ નેગેટીવ આવતાં દશ દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કર્યા હતા.જેની સુનાવણી દરમિયાન મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે આ કેસના સહ આરોપી ધુ્રવ લસકરે હાલના આરોપીના ઘરે જ રહેતો હતો.જેની જાણકારી હોવા છતાં આરોપી તેમની માહીતી આપતા ન હોઈ તેના આશ્રયસ્થાનોની માહિતી મેળવવાની છે.વોન્ટેડ આરોપી ધુ્રવે ભોગ બનનાર ડીવોર્સી મહીલા સાથે હાલના આરોપી યોગેશ પવારે બળજબરીથી બાંધેલા શરીર સંબંધ અંગેનો નગ્ન વીડીયો તેના ફોનમાં ઉતાર્યો હોઈ ગુનાના કામે કબજે કરવાનો છે.આરોપી જયેશ ગુના દરમિયાન ઉતારેલા વીડીયોમાં બિભત્સ ભાષામાં વાત કરે છે.જેની ઉંડાણપુર્વક તપાસ કરી આરોપીએ અન્ય મહીલાઓ સાથે પણ આવા કૃત્ય આચર્યા હોવાની આશંકા છે.ગુનાના કામે ફરિયાદીએ રજુ કરેલા વીડીયો એફએસએલમાં મોકલીને ખરાઈ કરવાની જરૃર છે.આરોપીઓએ ડીવોર્સી મહીલાનો ફાયદો ઉઠાવી શારીરિક શોષણ કર્યું હોઈ પડદા પાછળ કોઈ અન્ય આરોપીની સંડોવણી તપાસવાની છે.આરોપીઓએ ભોગ બનનાર સાથે શરીર સંબંધ બાંધતા વીડીયો કોઈ લેપટોપ,મોબાઈલ મેમરી કાર્ડ કે કોમ્પ્યુટર્સ જેવા ઈલેકટ્રોનિક્સ સાધનમાં પાછળથી બ્લેકમેઈલ કરવા સેવ કર્યા હોવાની આશંકાની તપાસ કરવાની છે.આરોપીના કોલ ડીટેલ્સ તથા ગુનાઈત ઈતિહાસ તપાસવાનો છે.જેને કોર્ટે માન્ય રાખી બંને આરોપીઓને ચાર દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપતો હુકમ કર્યો છે.

