By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: 18મી જુલાઈએ રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે, 21મીએ પરિણામ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > 18મી જુલાઈએ રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે, 21મીએ પરિણામ
GeneralNational

18મી જુલાઈએ રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે, 21મીએ પરિણામ

HM News
Last updated: 10/06/2022 8:01 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી : ચૂંટણી પંચે ગુરુવારે દેશના આગામી રાષ્ટ્રપતિ માટે ૧૮મી જુલાઈએ ચૂંટણીની જાહેરાત કરી હતી,જેમાં ૪,૮૦૯ સાંસદો અને ધારાસભ્યો મતદાન કરી રામનાથ કોવિંદના ઉત્તરાધિકારીની પસંદગી કરશે.આ સાથે દેશને ૨૧મીએ ૧૫મા રાષ્ટ્રપતિ મળશે.જોકે,લોકસભા,રાજ્યસભા તેમજ અનેક રાજ્યોમાં સરકાર હોવાના પગલે ભાજપના ઉમેદવાર સરળતાથી રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી જાય તેવી શક્યતા વધુ છે.

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ગુરુવારે જણાવ્યું હતું કે,રાષ્ટ્રપતિની ચૂંટણી માટે જાહેરનામુ બહાર પડાયું છે.ઉમેદવારો ૧૫મી જૂનથી ઉમેદવારી પત્ર ભરી શકશે અને ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ ૨૯ જૂન છે.રામનાથ કોવિંદનો કાર્યકાળ ૨૪મી જુલાઈએ પૂરો થાય છે.કુમારે કહ્યું કે,ચૂંટણી પંચ ન્યાયી અને મુક્ત રીતે ચૂંટણી યોજવા સંપૂર્ણપણે તૈયાર છે જ્યારે આ ચૂંટણીમાં મતદાન વખતે અને મત ગણતરી વખતે કોરોના સંબંધિત સલામતીના બધા જ પ્રોટોકોલનો અમલ કરાશે અને દરેક પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવામાં આવશે.

મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે હવે કોઈપણ રાજકીય પક્ષ કોઈપણ પ્રકારનો વ્હિપ જાહેર કરી શકશે નહીં.નોમિનેશન્સની સ્ક્રુટીની ૩૦મી જૂને થશે અને ૨જી જુલાઈ સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાશે. જરૂર પડશે તો ૧૮મી જુલાઈએ મતદાન અને ૨૧મી જુલાઈએ મતગણતરી થશે.મતદાન કરવા માટે ચૂંટણી પંચ વિશેષ ઈન્કવાળી પેન પૂરી પાડશે.મતદારોએ તેમની પસંદગીના ઉમેદવારને મત આપવા માટે ૧,૨,૩ ક્રમ આપવાનો રહેશે.પહેલી પસંદના મતોથી વિજેતાનો નિર્ણય ન થાય તો ઉમેદવારના ખાતામાં મતદારોની બીજી પસંદની નવા મત તરીકે ગણતરી કરવામાં આવે છે.આ કારણે તેને સિંગલ ટ્રાન્સફરેબલ વોટ કહેવાય છે.

કુમારે જણાવ્યું હતું કે,આ ચૂંટણીમાં કુલ ૪,૮૦૯ મતદારોમાં ૭૭૬ સાંસદો અને ૪,૦૩૩ ધારાસભ્યોનો સમાવેશ થાય છે.રાષ્ટ્રપતિની ચૂંટણી માટેનું મતદાન સંસદ અને રાજ્ય વિધાનસભાઓના પરિસરમાં હાથ ધરાશે જ્યારે રાજ્યસભાના સેક્રેટરી જનરલ રીટર્નિંગ ઓફિસર હશે.સામાન્ય રીતે સાંસદો સંસદમાં મતદાન કરે છે જ્યારે ધારાસભ્યો તેમના રાજ્યની વિધાનસભામાં મતદાન કરે છે.રાષ્ટ્રપતિની ચૂંટણીમાં માત્ર સંસદના બંને ગૃહના ચૂંટાયેલા સાંસદો અને કેન્દ્રશાસિત પ્રદેશો દિલ્હી તથા પુડુચેરી સહિત બધા જ રાજ્યોની વિધાનસભાના ધારાસભ્યો જ મતદાન કરી શકે છે.

રાજ્યસભામાં નોમિનેટેડ સાંસદો અથવા રાજ્યોની વિધાન પરિષદના સભ્યો ચૂંટાયેલા ઉમેદવારો ન હોવાથી તેઓ રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં મતદાન કરી શકતા નથી.ઉપરાંત રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સામાન્ય જનતા પણ મતદાન કરી શકતી નથી.રાષ્ટ્રપતિ ચૂંટણીમાં સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ મારફત મતદાન થાય છે.તેનો અર્થ એ છે કે રાજ્યસભા,લોકસભા અને વિધાનસભાનો એક સભ્ય એક જ મત આપી શકે છે. છેલ્લે ૨૦૧૭માં રાષ્ટ્રપતિપદ માટે મતદાન થયું હતું.મતગણતરી ૨૦મી જુલાઈએ પૂરી થઈ હતી.જેમાં રામનાથ કોવિંદ નજીકના પ્રતિસ્પર્ધી મીરા કુમારને ૩,૩૪,૭૩૦ મતોથી હરાવી રાષ્ટ્રપતિ બન્યા હતા.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ઈન્ટરપોલે ગેંગસ્ટર ગોલ્ડી બરાડ, આતંકી હરવિંદર સિંહ સંધૂ માટે રેડ કોર્નર નોટિસ બહાર પાડી
Next Article ટીવી ડીબેટોના નિવેદનો, ટ્વીટ સાથે નિસ્બત નથી : કેન્દ્ર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up