નવી િદલ્હી : ભાજપના પૂર્વ નેતા નવીન જિંદાલને પરિવાર સહિત દિલ્હી છોડવા મજબૂર થવું પડ્યું છે.પયગમ્બર મહંમદ પર વિવાદિત નિવેદન આપ્યા બાદ તેમને ભાજપ દ્વારા પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.હવે કટ્ટરવાદીઓ દ્વારા નવીન જિંદાલને મારી નાખવાની ધમકી મળી રહી છે.આ દરમિયાન નવીન જિંદાલે લોકોને તેમના અને તેમના પરિવાર અંગે કોઈની સાથે માહિતી શેર નહીં કરવાની પણ અપીલ કરી છે.તેમણે ઈસ્લામિક કટ્ટરવાદીઓથી જીવનનો ખતરો હોવાની વાત કરી છે.પયંગમ્બર મહમંદ વિરુદ્ધ વિવાદિત નિવેદન આપ્યા બાદ નવીન જિંદાલને પાર્ટીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.તેમણે આ ટિપ્પણી ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માના નિવેદનના સમર્થન કરી હતી.દિલ્હી ભાજપના પૂર્વ પ્રવક્તા અને મીડિયા હેડ નવીન જિંદાલના ઘરથી થોડાક દૂર જ રવિવારે હેન્ડ ગ્રેનેડ મળ્યા છે,આ હેન્ડ ગ્રેનેડ એનએસજીએ ડિફ્યૂઝ કરી દીધા હતા.
નવીન જિંદાલે આરોપ લગાવ્યો કે તેમને અને તેમના પરિવારને છેલ્લા કેટલાક દિવસોથી સતત જીવથી મારી નાખવાની ધમકી મળી રહી છે.તાજેતરમાં જ નવીન જિંદાલ કોઈને મળવા ગયા હતા,ત્યારે કેટલાક લોકોએ તેમનો પીછો કર્યો હતો.પોલીસે આ મામલાને ગંભીરતાથી લીધો છે.સોશિયલ મીડિયા પર એવી ચર્ચા થઈ રહી છે કે અજ્ઞાત લોકોએ તેમના ઘરની રેકી કરી હતી.નવીન જિંદાલે કહ્યું કે,ભયના લીધે મારે પરિવાર સાથે શહેર છોડવું પડ્યું છે.આ પલાયન છે.
આ સાથે તેમણે એમ પણ કહ્યું કે,મારા અને મારા પરિવારને રોજેરોજ ધમકી મળી રહી છે.ધમકી આપનારમાં મોટી સંખ્યામાં યુવાનો છે.જ્યારથી અલકાયદાએ ભારતમાં માનવબોંબ મોકલવાની ધમકી આપી છે,ત્યારથી અલકાયદાના સમર્થકો પણ મારા ઘરને બોંબથી ઉડાવી દેવાની ધમકી આપી રહ્યા છે.જિન્દાલે લોકોને આગ્રહ કર્યો છે કે તેઓ તેમના અને તેમના પરિવાર અંગેની કોઇ પણ માહિતી ક્યાંય કોઇની સાથે શેર નહિ કરે.જિંદલે અગાઉ ટ્વિટ કર્યું હતું કે મારા તમામથી વિનમ્ર નિવેદન છે કે મારી અને મારા પરિવારના સભ્યોની કોઇ પણ માહિતી શેર ન કરવામાં આવે.મારા નિવેદન કરવા છતાં પણ કેટલાક લોકો મારા ઘરનું સરનામું સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે.મારા પરિવારને ઇસ્લામિક કટ્ટરપંથીઓથી ખતરો છે.

