સુરત : નવાગામ-ડીંડોલીના મંડપવાળાને હત્યા અને ગુજસીટોકના ગુનામાં લાજપોર મધ્યસ્થ જેલમાં બેઠા-બેઠા ધમકી ભર્યો ફોન કરી ખંડણી પેટે 5 લાખ માંગનાર મનિયા ડુક્કર ગેંગના માથાભારે સાથીદારનો ડીંડોલી પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે કબ્જો મેળવી પૂછપરછ હાથ ધરી છે.
નવાગામ-ડીંડોલીના જયેશનગરમાં રહેતા અને ગુરૂકૃપા મંડપ સર્વિસ નામે ધંધો કરતા સંતોષ યુવરાજ પાટીલના પડોશી કૈલાશ પાટીલે બંટી ઉર્ફે દયાવાન પાટીલ સાથે વાત વીસેક દિવસ અગાઉ મોબાઇલ પર વાત કરાવી હતી.બંટીએ સંતોષને ધમકી ધમકી આપતા કહ્યું હતું કે કેમ અમારી તરફ ધ્યાન નથી આપતા,ભુલી ગયા કે શું?મને તમારી પાસેથી 5 લાખ રૂપિયા જોઇએ છે,તમે વ્યાજે લઇને આપો કે પછી ઉછીના લઇને પરંતુ કોઇ પણ રીતે મને આ રકમ જોઇએ છે.બંટી ઉર્ફે દયાવાન અશોક પાટીલ(રહે.આર.ડી.નગર,નવાગામ-ડીંડોલી)લિંબાયત-ડીંડોલી વિસ્તારના કુખ્યાત અને માથાભારે ગુનેગાર મનિયા ડુક્કર ગેંગનો સાથીદાર અને હાલમાં હત્યા અને ગુજસીટોકના ગુનામાં લાજપોર જેલમાં કેદ છે.બંટીએ લાજપોર જેલમાં બેઠા બેઠા સંતોષ પાટીલને ખંડણી માટે ધમકી આપી હતી.જેથી સંતોષે આ અંગે ડીંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.આ ગુનામાં જે તે વખતે કૈલાશ પાટીલ અને ત્યાર બાદ વિશાલ પ્રતાપ પગારે,હેમંત ઉર્ફે પચ્ચીસ ઉર્ફે પુદીયો અરૂણ માળી અને ભાવસાહેબ ઉર્ફે ભાઉસીયા દાદાભાઇ માળીની ધરપકડ કરી હતી.જયારે ડીંડોલી પોલીસે આ ગુનામાં બંટીનો ટ્રાન્સફર વોરંટથી લાજપોર જેલમાંથી કબ્જો મેળવી પૂછપરછ હાથ ધરી છે.


