સુરત : તા.12 જૂન 2022 રવિવાર : સુરત મહાનગરપાલિકાના દલા તરવાડી જેવા વહીવટના કારણે સુરતના લોકો પહેલા વરસાદમાં જ સુરતીઓ તોબા પોકારી ઉઠયા છે.સુરતના જે મુખ્ય રસ્તા સારા હતા તેને કોઈ કાર્પેટ કરી દેવાયા છે.જ્યારે કોટ વિસ્તારના કેટલાક રસ્તાઓ પર ખોદાણ બાદ હજુ પણ કોઈ કામગીરી ન કરતા લોકોની હાલત કફોડી થઈ ગઈ છે
સુરત મ્યુનિ.ના રાંદેર ઝોનના અડાજણ બસ ડેપો વિસ્તારમાં થોડા સમય પહેલા જ રસ્તો બનાવ્યો હતો.આ રસ્તામાં એક પણ ખાડો હતો નહીં રસ્તો ખરાબ ન હતો તેમ છતાં બે દિવસ પહેલાં આખો રસ્તો ખોદી ને તેના પર રિકારપેટ કરવામાં આવ્યું હતું.આ રસ્તો સારો હોવા છતાં અને લોકોની કોઈ પણ ફરિયાદ ન હોવા છતાં પણ રસ્તો ચોમાસા પહેલા રસ્તો રી કાર્પેટ કરવામાં આવતા લોકોમાં ભારે આશ્ચર્ય થયું છે.
આ રસ્તાની જરૂર ન હોવા છતાં તંત્ર દ્વારા રીકારપેટ કરવામાં આવ્યો છે જ્યારે બીજી તરફ પાલિકાના કોટ વિસ્તાર અને કતારગામ ઝોનમાં અનેક જગ્યાએ કામગીરી માંડ પુરી થઈ છે તે વિસ્તારમાં હજુ પણ ખોલવામાં આવેલા રસ્તા રિપેર કરવામાં આવ્યા નથી.રસ્તા પર ખાડા છે દરમિયાન આજે વરસાદ પડતાં ખોદેલા ખાડા તથા નહી બનેલા રસ્તાના કારણે કાદવ થઈ ગયો છે.જેના કારણે સેન્ટ્રલ ઝોનના લોકો તથા વાહન ચાલકોને મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે.જ્યાં લોકોને જરૂર છે ત્યાં રસ્તા બનાવવામાં આવ્યા નથી અને જ્યાં લોકોને જરૂર નથી તેવા રસ્તા બનાવવામાં આવ્યા છે પાલિકાના આવા દલાતરવાડી જેવા વહીવટ ના કારણે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

