નવી દિલ્હી : તા.14 જૂન 2022 મંગળવાર : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મની લોન્ડ્રિંગ મામલે આજે ઈડીની સમક્ષ હાજર થયા.આ દરમિયાન કોંગ્રેસે વિરોધ સ્વરૂપ શક્તિ પ્રદર્શન કર્યુ.આ વિરોધ પ્રદર્શનનો એક વીડિયો ભાજપના નેતાઓએ વ્યાપકરીતે શેર કર્યો જેમાં યુવા કોંગ્રેસ પ્રમુખ કથિત રીતે દિલ્હી પોલીસથી બચીને ભાગતા જોવા મળી રહ્યા છે.વીડિયોમાં એક પોલીસ કર્મચારી શ્રીનિવાસ બીવીને તેમની કારમાંથી બહાર પગ મૂકતા જ રોકે છે અને તેઓ પોલીસનો હાથ ઝાટકીને ભાગી જાય છે.જે બાદ કોંગ્રેસ નેતાએ વધુ એક ક્લિપ ટ્વીટ કરી છે જેમાં દર્શાવવામાં આવ્યુ છે કે વાસ્તવમાં શુ થયુ હતુ.
માહિતી અને પ્રસારણ મંત્રાલયના વરિષ્ઠ સલાહકાર કંચન ગુપ્તાએ કોંગ્રેસ નેતા પર કટાક્ષ કરતા ટ્વીટ કરી,ઈતિહાસ જણાવે છે કે જ્યારે પોલીસે સત્યાગ્રહીઓ પર કાર્યવાહી કરી,તો કોઈ પણ ભાગ્યુ નહીં. તેમને લાઠીઓ,ગોળીઓ અને વીર સાવરકરની જેમ જેલ અને કાળા પાણીનો પણ સામનો કરવો પડ્યો.@ શ્રીનિવાસ બીવી,નેશનલ હેરાલ્ડ કૌભાંડના આરોપી @ રાહુલ ગાંધીના નજીકના સહયોગી. દિલ્હી બીજેપીના પ્રવક્તા અજય સહરાવતે ટ્વીટ કરી,’અમે ડરીશુ નહીં,ઝુકશુ નહીં સીધા ભાગીશુ’.તેની સાથે વીડિયો ક્લિપ છે જેમાં કોંગ્રેસ નેતા દિલ્હી પોલીસ કર્મચારીના હાથ નીચેથી ભાગતા જોવા મળ્યા.
ભાજપની ટીકા પર ધ્યાન આપતા કોંગ્રેસ નેતાએ એક વીડિયો મહાત્મા ગાંધીના એક ઉદાહરણની સાથે ટ્વીટ કર્યો,પહેલા તેઓ તમારી ઉપેક્ષા કરશે,પછી તે તમારી પર હસશે,પછી તે તમારી સાથે ઝઘડશે, પછી તમે જીતી જશો-મહાત્મા ગાંધી.શ્રીનિવાસ બીવી દ્વારા ટ્વીટ કરવામાં આવેલા વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે કેવી રીતે તેઓ વિરોધ કરવા માટે ઈડીના કાર્યાલય પહોંચ્યા પહેલા ધરપકડ થવાથી બચી ગયા.વીડિયોમાં જોવા મળે છે કે અમુક ક્ષણ બાદ તેઓ પોલીસથી ઘેરાયેલા તપાસ એજન્સીના કાર્યાલયની બહાર જોવા મળે છે.ખૂબ હોબાળો થાય છે અને તેમને ચારે તરફથી ધકેલવામાં આવી રહ્યા છે.તેઓ વિરોધ કરતા રહે છે અને તેમને ઉઠાવીને એક બસમાં નાખવામાં આવે છે.આ હાઈ ડ્રામા દરમિયાન કોંગ્રેસના એક અન્ય વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ કેસી વેણુગોપાલની સાથે દિલ્હી પોલીસે મારામારી કરી.આ ત્યારે થયુ જ્યારે પોલીસ વિરોધ માર્ચમાં ભાગ લેવાથી રોકવા માટે કોંગ્રેસીઓની ધરપકડ કરી રહી હતી.

