By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ‘આપ’ કા ક્યા હોગા? : ગુજરાત આમ આદમી પાર્ટીમાં નવા સંગઠનને લઈને ભડકો, સ્ક્રિનશોટ્સ વાયરલ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ‘આપ’ કા ક્યા હોગા? : ગુજરાત આમ આદમી પાર્ટીમાં નવા સંગઠનને લઈને ભડકો, સ્ક્રિનશોટ્સ વાયરલ
GeneralGujarat NowPolitics

‘આપ’ કા ક્યા હોગા? : ગુજરાત આમ આદમી પાર્ટીમાં નવા સંગઠનને લઈને ભડકો, સ્ક્રિનશોટ્સ વાયરલ

HM News
Last updated: 14/06/2022 7:52 AM
HM News
4 years ago
Share
SHARE

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે માંડ પાંચ મહિના બાકી રહ્યા છે એવામાં ગુજરાતમાં નવીસવી આવેલી આમ આદમી પાર્ટીનો આંતરિક ઝઘડો હવે બહાર આવી ગયો હોવાના સમાચાર મળી રહ્યા છે.આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં સંગઠન ભલે નવું બનાવી દીધું હોય પણ જૂની સમસ્યાઓ હજુ ગઈ નથી.પાર્ટીએ નવું માળખું જાહેર કર્યા બાદ પણ સંગઠનમાં નારાજગી જોવા મળી છે અને અનેક લોકોએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામાં ધરી દીધાં છે.નારાજ નેતાઓનો આક્ષેપ છે કે અમુક નેતાઓને દૂર કરવા માટે આ નવા સંગઠનનો ઢોંગ રચવામાં આવ્યો હતો.

આમ આદમી પાર્ટીએ તાજેતરમાં જ આખા રાજ્યનું માળખું વિખેરી નાંખ્યું હતું.પાર્ટી આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીને કારણે આમ કરતી હોવાનું જણાવવામાં આવ્યું હતું.જોકે, પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાને યથાવત રાખવામાં આવ્યા હતા.તે સિવાય તમામ સમિતિના હોદ્દેદારોની નિમણુંક રદ કરી દેવામાં આવી હતી.બે દિવસ બાદ આમ આદમી પાર્ટીએ નવું માળખું જાહેર કર્યું હતું.જેમાં કુલ 850 લોકોને જવાબદારી સોંપવામાં આવી હતી.ઉપરાંત પત્રકારમાંથી નેતા બનેલા ઈસુદાન ગઢવી અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે ચૂંટણી હારેલા અને હાલમાં જ ‘આપ’માં જોડાયેલા ઇન્દ્રનીલ રાજ્યગુરુને નેશનલ સેક્રેટરીનું પદ આપવામાં આવ્યું છે.આ ઉપરાંત પણ વિવિધ નિમણુંકો કરવામાં આવી હતી.

નવું સંગઠન જાહેર કરતા આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રભારી સંદીપ પાઠકે કહ્યું હતું કે, પંજાબ કરતા પણ ગુજરાતમાં બમણી ઝડપે સંગઠનની રચના કરવામાં આવી છે.પણ હવે સ્થિતિ એ છે કે તેનાથી ત્રણ ગણી ઝડપે નારાજગીનો દોર શરૂ થયો છે અને ધડાધડ રાજીનામાં પડી રહ્યાં છે.

રિપોર્ટ અનુસાર, આમ આદમી પાર્ટીએ બનાવેલા નવા સંગઠનથી પાર્ટીના ટોચના નેતાઓ પ્રત્યે લોકોને ભારે નારાજગી છે.ખાસ કરીને ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા સામે નારાજગી જોવા મળી રહી છે.માત્ર 2-4 લોકોને દૂર કરવા નવું સંગઠન બનાવવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટીના પ્રદેશ મહામંત્રી જયદીપ પંડ્યાને દૂર કરવા માટે આ ખેલ થયો છે અને પાર્ટી ઓફિસમાંથી તેમના નામની પ્લેટ અને તસવીરો પણ હટાવી દેવામાં આવી છે.

બીજી તરફ પાર્ટીના પૂર્વ ઉપપ્રમુખ ભેમાભાઈ ચૌધરીએ નવા હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું છે.આ ઉપરાંત પ્રદેશ મંત્રી અભિષેક પટેલ પણ પાર્ટીથી નારાજ હોવાનું કહેવાય છે અને તેઓ પણ રાજીનામું આપી શકે તેવી ચર્ચા ચાલી રહી છે.પ્રદેશ સહમંત્રી ધનસુખ ગુજરાતી પણ રાજીનામું આપે તેમ ચર્ચાઈ રહ્યું છે.તેમજ અમદાવાદ જિલ્લા ‘આપ’ પ્રમુખ કિરણ પટેલ અને પૂર્વ પ્રદેશ ખજાનચી એમ.એમ શેખ પણ રાજીનામું આપી શકે તેમ ચર્ચાઈ રહ્યું છે.આમ આદમી પાર્ટીના ગ્રુપના સ્ક્રીનશોટ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.તાપી જિલ્લામાં પણ પૂર્વ કાર્યકારી પ્રમુખ સહિતના હોદ્દેદારોએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામાં ધરી દીધાં છે.નવા સંગઠનની જાહેરાત બાદ એક પછી એક નેતાઓ પાર્ટીના ગ્રુપમાંથી લેફ્ટ થઇ રહ્યા હોવાના સમાચાર છે.

એક તરફ આમ આદમી પાર્ટી ગુજરાતમાં અસ્તિત્વ જમાવવા માટે મથી રહી છે પરંતુ બીજી તરફ ક્યાંય ફાવટ આવતી જણાઈ રહી નથી.પાર્ટીએ 182 બેઠકો સુધી પહોંચવા માટે પરિવર્તન યાત્રાનું પણ આયોજન કરી જોયું પણ તેમાં પણ ગણ્યાગાંઠ્યા માણસો આવતા હતા તો ક્યારેક પંજાબથી વાહનો બોલાવવા પડતાં હતાં.હવે પાર્ટીમાં આંતરિક વિખવાદ શરૂ થયો છે.તેમજ પાર્ટીના નેતાઓ પણ વિવાદમાં ફસાતા જોવા મળી રહ્યા છે.

એક તરફ ફ્લૉપ જતી સભાઓ અને યાત્રાઓ અને બીજી તરફ પાર્ટીમાં આંતરિક વિવાદ વચ્ચે ‘આપ’ ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપ સામે લડત આપવાની વાતો તો કરે છે,પણ હકીકત એ છે કે એ બંને પાર્ટીઓની સરખામણીએ હજુ ‘આપ’ પાસે વ્યવસ્થિત સંગઠન પણ બન્યું નથી.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article શ્રદ્ધા કપૂરનો ભાઈ સિદ્ધાંત બેગ્લુરુમાં ડ્રગ લેતાં પકડાયો
Next Article દેશની રક્ષા કાજે અગ્નિપથનું એલાન : નવા નિયમો સાથે સેનામાં ભરતીની જાહેરાત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

5 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

5 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

5 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

5 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up