[weather_data]
Breaking News
TRENDING NEWS

માનહાનિ મામલે જોની ડેપની જીત અને પોતાના વિરુદ્ધ આવેલા ચુકાદા પર એમ્બર હર્ડે શુ કહ્યુ વાંચો…

[updated_date] [post_views]

Table of Content

વોશિંગ્ટન : તા.14 જૂન 2022 મંગળવાર : હોલીવુડ એક્ટ્રેસ એમ્બર હર્ડને તાજેતરમાં જ પોતાના પૂર્વ પતિ જોની ડેપ સાથેના માનહાનિના કેસમાં હાર મળી છે.આ કેસ પર અભિનેત્રીનુ નિવેદન સામે આવ્યુ છે.જેમાં હર્ડએ કહ્યુ કે માનહાનિના કેસ દરમિયાન સોશ્યલ મીડિયા પર તેમને નફરત અને કટુતાનો સામનો કરવો પડ્યો,જે યોગ્ય નહોતુ.માનહાનિના આ મુદ્દે કોર્ટે એક જૂન 2022ને ડેપના પક્ષમાં નિર્ણય આપ્યો હતો.એમ્બર હર્ડને ડેપને નુકસાનના રૂપમાં 15 મિલિયન ડોલર આપવાનુ કહ્યુ હતુ જ્યારે ડેપને આદેશ આપવામાં આવ્યો હતો કે તે હર્ડને 2 મિલિયન ડોલર આપે.

કેસની સુનાવણી દરમિયાન સોશિયલ મીડિયા પોસ્ટ અને ઈન્ટરનેટ મીમ્સ દ્વારા એમ્બર હર્ડને ખૂબ ટ્રોલ કરવામાં આવ્યા હતા.નિર્ણય આવ્યા બાદ પોતાના પહેલા ઈન્ટરવ્યુમાં હર્ડએ જણાવ્યુ કે મને નથી લાગતુ કે કોઈ વ્યક્તિને તે બાબતને જાણવી જોઈએ.તેથી હુ આને વ્યક્તિગત લેતી નથી.તમે મને એ નથી જણાવી શકતા કે તમને લાગે છે કે આ યોગ્ય છે.એટલે સુધી કે જો તમને લાગે છે કે હુ ખોટુ બોલી રહી છુ તો પણ મારી આંખોમાં જોઈને એ ના કહી શકો કે સોશ્યલ મીડિયામાં નિષ્પક્ષ પ્રતિનિધિત્વ રહ્યુ છે.ઈન્ટરવ્યુમાં એમ્બર હર્ડએ કહ્યુ કે તેઓ કેવી રીતે નિર્ણય કરી શકે છે,તેઓ તે નિષ્કર્ષ પર કેવી રીતે આવી શક્યા નહીં.હુ તેમને દોષ આપતી નથી.હુ વાસ્તવમાં સમજુ છુ કે તેઓ એક ફેમસ એક્ટર છે.લોકોને લાગે છે કે તેઓ તેને જાણે છે.તે એક શાનદાર અભિનેતા છે.હર્ડના વકીલ એલન બ્રેડહોફ્ટે કહ્યુ કે એક્વામેન સ્ટાર નિર્ણય વિરુદ્ધ અપીલ કરવા ઈચ્છે છે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles