By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કડોદરા સુરત ડિસ્ટ્રિક્ટ બેંકના લૂંટ પ્રકરણ : લુટારુએ ભાગવા માટે રીક્ષા બાદ સાઇકલનો ઉપયોગ કર્યો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > કડોદરા સુરત ડિસ્ટ્રિક્ટ બેંકના લૂંટ પ્રકરણ : લુટારુએ ભાગવા માટે રીક્ષા બાદ સાઇકલનો ઉપયોગ કર્યો
GeneralSouth Gujarat

કડોદરા સુરત ડિસ્ટ્રિક્ટ બેંકના લૂંટ પ્રકરણ : લુટારુએ ભાગવા માટે રીક્ષા બાદ સાઇકલનો ઉપયોગ કર્યો

HM News
Last updated: 15/06/2022 4:58 AM
HM News
3 years ago
Share
SHARE

બારડોલી : સોમવારે મોડી સાંજે 4 વાગ્યાના અરસામાં કડોદરા ચાર રસ્તા ખાતે પેટ્રોલપંપની બાજુમાં આવેલ સુરત ડીસ્ટ્રિક્ટ બેંકની કડોદરા શાખામાં એરઘન લઈને ઘુસેલા એક લુટારુ એ 4 કર્મચારીને બાનમાં લઈ માત્ર 4 મિનિટમાં 6.84 લાખની દિલધડક લૂંટ ચલાવી બેંકને મુખ્ય દરવાજાને તાળું મારી ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણ કડોદરા પોલીસને થતા પોલીસનો કાફલો તેમજ સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર સહિતના ઉચ્ચ અધિકારીઓ કડોદરા ખાતેની ગુના ના સ્થળની વિઝીટ લઈ તાબડતોબ ગુનો ઉકેલાય તે દિશામાં પ્રયાસ હાથધર્યા હતા.કડોદરા ચારરસ્તા પર ભીડભાળ વાળી જગ્યાએ ધોળેદિવસે થયેલી દિલધડક લૂંટ થી કડોદરાની પ્રજામાં રીતસરનો ભય ફેલાયેલો જોવા મળ્યો હતો.

જિલ્લા પોલીસની વિવિધ એજન્સીઓ ગુનેગાર સુધી પહોંચવાની એડીચોટીનું જોર લગાવી રહી હોવાનું જાણવા મળ્યું હતુ ઘટના બાદ પોલીસે તપાસેલા વિવિધ CCTV ફુટેજમાં બહાર આવ્યું હતું કે લૂંટારું ઘટનાને અંજામ આપ્યા બાદ પેટ્રોલપંપ આગળથી કડોદરા ચાર રસ્તા પરની ચામુંડા હોટલની સામેથી દોડતો હાઇવે ક્રોસ બારડોલી તરફના રસ્તેથી એક રિક્ષામાં બેસીને હલધરું ગામના પાટિયા ઉતર્યો હતો જ્યાં તેણે પહેલેથી રાખેલી સાઇકલ લઈ હલધરું ગામના રસ્તા તરફ અંદાજીત ત્રણ કિલોમીટર બાદ આવતી આરાધના સોસાયટીમાં પાછળના ભાગે આવેલ પ્રેમદ્વાર સોસાયટીમાં ગેટ માંથી અંદર પ્રવેશી સોસાયટીને અડીને આવેલા એક ખેતરમાં સાઇકલ નાખી થોડે દુરે તેણે પહેરેલી ટીશર્ટ કાઢી ખેતરમાં નાંખી દીધી હતી જ્યાંથી ચાલતો ક્યાંક ફરાર થઈ ગયો હોવાનું પોલીસને CCTVની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતુ પોલીસે ખેતર માંથી સાઇકલ તેમજ લૂંટારુએ પહેરેલી ટીશર્ટ કબ્જે કરી હોવાનું જાણવા મળ્યું છે આરોપી રીઢો ગુનેગાર હોવાથી પોતાની ઓળખ છુપાવવા તેમજ પોલીસથી બચવાના તમામ પ્રયાસો કર્યા હોવાનુ જાણવા મળ્યું હતુ

ન્યૂયોર્કના સબવેમાં ફાયરિંગ કરનાર 62 વર્ષીય શકમંદ પકડાયો
ગુગલ પર ભિખારીની ઇમેજ ધરાવતા ઈમરાન ઉપર ખાંડ કૌભાંડ ધૂણ્‍યુ : 1 અબજના ભ્રષ્ટાચારનો આરોપ
ઇઝરાયેલએ ચેતવણી આપ્યા બાદ ગાઝાથી હજારોનું પલાયન, ખોરાક-પાણી માટે વલખાં : UN
ખાદ્ય પદાર્થોના લેબલીંગ અને ડિસ્પલેના નિયમોમાં ફેરફાર, જાણો હવે કયું ફોરમેટ અનુસરવું પડશે
‘ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એકટ’ ને આવકારી મુખ્યમંત્રીને અભિનંદન આપતા ભરત પંડયા
Share This Article
Facebook Email Print
Previous Article પંજાબ પોલીસ લોરેન્સ બિશ્નોઈની ધરપકડ કરશે : દિલ્હી કોર્ટે મંજૂરી આપી
Next Article બારડોલીમાં ચોમાસાની શરૂઆત થયા બાદ પાલિકાને વરસાદી પાણી નિકાલની વ્યવસ્થા કરવાનું સૂઝયુ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up