By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સરકાર અને જુનિયર ડોક્ટરો સામસામેઃ હડતાળ ચાલુ રહેશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > સરકાર અને જુનિયર ડોક્ટરો સામસામેઃ હડતાળ ચાલુ રહેશે
AhmedabadGeneral

સરકાર અને જુનિયર ડોક્ટરો સામસામેઃ હડતાળ ચાલુ રહેશે

HM News
Last updated: 17/06/2022 7:10 AM
HM News
3 years ago
Share
SHARE

અમદાવાદ : સિનિયર રેસિડેન્ટસીને બોન્ડેડ સેવા તરીકે ગણી લેવાની ઉગ્ર માંગ સાથે હડતાળ પર ઉતરેલા સરકારી મેડિકલ કોલેજોના પીજી રેસિડન્ટ-જુનિયર ડોક્ટરો અને સરકાર હવે સામે સામે છે ત્યારે હડતાળ આગળ પણ ચાલુ રહેશે.જુનિયર ડોક્ટરોની સરકારને રજૂઆત છે કે ગામોમા પણ જવા તૈયાર છીએ પરંતુ સિનિયર રેસિડેન્સી બોન્ડેડ સેવા તરીકે ગણવામા આવે.બીજી બાજુ સરકારે તમામ જુનિયર ડોક્ટરોને ટર્મિનેશન નોટિસ આપી છે અને હોસ્પિટલમાં હાજર થવા આદેશ કર્યો છે અને જો હાજર નહી થાય તો નિયમ મુજબ રેસિડેન્ટશિપ પૂર્ણ કરવામા આવશે .

અમદાવાદની સરકારી બી.જે.મેડિકલ કોલેજ તેમજ રાજકોટ,વડોદરા,ભાવનગર,સુરત અને જામનગર સહિતની છ સરકારી મેડિકલ કોલેજોના પીજી મેડિકલ ડિગ્રીના વિદ્યાર્થીઓ કે જેઓ હાલ સીનિયર રેસિડેન્ટશિપમાં છે ત્યારે તેઓની ઉગ્ર માંગ છે કે કોરોનામાં ૧૭ મહિના કામગીરી કરી છે ત્યારે તેને ધ્યાને લઈને ડિપ્લોમાના વિદ્યાર્થીઓની જેમ અને ડિગ્રીની ૨૦૧૮ની બેચની જેમ ૧ઃ૧ મુજબ સિનિયર રેસિડેન્સી બોન્ડેડ સેવા તરીકે ગણવામા આવે.વિદ્યાર્થીઓની ફરિયાદ છે કે અગાઉ આરોગ્યમંત્રીએ પણ પત્ર લખી આ મુદ્દે ઘટતુ કરવા જણાવ્યુ હતુ અને આરોગ્યમંત્રી પણ તૈયાર પરંતુ હવે તેઓ જ વિદ્યાર્થીઓની માંગ માનવા તૈયાર નથી અને જુનિયર ડોક્ટરો સામે પગલા લેવા ચીમકી આપે છે.જે જુનિયર ડોક્ટરો સાથે મોટો અન્યાય છે.

તમામ સીનિયર પીજી રેસિડેન્ટ ગામડાઓમાં પણ જવા તૈયાર છે અને છ મહિના ગામોમા અને છ મહિના હોસ્પિટલોમાં સેવા આપવા તૈયાર છીએ પરંતુ સરકાર સિનિયર રેસિડેન્સશિપને બોન્ડેડ સેવા તરીકે ગણે.જો સરકાર આ માંગણી નહી માને તો આગળ પણ અચોક્કસ મુદતની હડતાળ ચાલુ રહેશે અને હાલ જુનિયર ડોક્ટરો કોવિડ અને ઈમર્જન્સી સેવાથી પણ અળગા છે.આજે મોટી સંખ્યામાં જુનિયર ડોક્ટરોએ બી.જે.મેડિકલ કોલેજ કેમ્પસમાં ધરણા પર બેસીને બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.

યુક્રેન યુધ્ધ લંબાતા રશિયા પાસે 10 દિવસનો જ દારુગોળો બચ્યો ? યુએસના પૂર્વ જનરલનો દાવો
સુરતમાં વધુ એક હત્યા, દારૂના અડ્ડા પર પ્રેમિકાની સામે જ બુટલેગરને રહેંસી નાખ્યો
ગત વર્ષે જે એજન્સીને કામગીરી સોંપાઇ તેને જ યુનિ.એ ફરી કામગીરી ફાળવી
સુરતમાં કોરોના કેસમાં મોટા ઉછાળાને કારણે ફરી લૉકડાઉન લાગુ થશે એવી અફવાને પગલે મોટી સંખ્યામાં શ્રમિકોએ હિજરત શરૂ કરી
યુક્રેન કટોકટી : ભારત બે દિવસમાં ૭,૪૦૦ ભારતીયોને સ્વદેશ લાવશે
Share This Article
Facebook Email Print
Previous Article મ્યુનિ.તંત્રના આંખ મિચામણાં નારોલમાં ખુલ્લેઆમ છોડાવામાં આવી રહેલાં કેમિકલયુકત પાણી
Next Article મચ્છરજન્ય રોગને નિયંત્રણમાં લેવા અમદાવાદનાં ચાલીસ તળાવમાં પોરાભક્ષક ગંબુશિયા માછલી મુકાઈ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up