By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: રાજ્યની 6 સરકારી મેડિકલ કોલેજના ડોક્ટરોએ ઇમરજન્સી સહિતની કામગીરી ઠપ કરી દીધી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > રાજ્યની 6 સરકારી મેડિકલ કોલેજના ડોક્ટરોએ ઇમરજન્સી સહિતની કામગીરી ઠપ કરી દીધી
AhmedabadGeneral

રાજ્યની 6 સરકારી મેડિકલ કોલેજના ડોક્ટરોએ ઇમરજન્સી સહિતની કામગીરી ઠપ કરી દીધી

HM News
Last updated: 18/06/2022 5:56 AM
HM News
3 years ago
Share
SHARE

અમદાવાદ : રાજ્યની 6 સરકારી મેડિકલ કોલેજના સિનિયર ડોક્ટરોએ બોન્ડેડ સમયને સિનિયર રેસિડેન્સી ગણવાની માંગણી સાથે બુધવારથી ઇમરજન્સી સહિતની તમામ સેવા બંધ કરી દીધી હતી.આજે દિવસ દરમિયાન વિદ્યાર્થીઓએ કેમ્પસમાં બેસીને વિરોધ પ્રદર્શન કર્યું હતુ.સરકાર તરફથી કોઇ હકારાત્મક પ્રતિભાવ ન મળતાં હવે સિનિયર ડોક્ટરો સહિત તમામ ડોક્ટરોએ હડતાલમાં જોડાવવાની જાહેરાત કરી છે.જરૂર પડે વડોદરા અને સુરતના સિનિયર રેસિડેન્ટ ડોક્ટરોએ અમદાવાદમાં બી.જે.મેડિકલ કોલેજમાં આવીને વિરોધ પ્રદર્શન કરવાની તૈયારી શરૂ કરી છે.બીજી તરફ આરોગ્ય વિભાગે હડતાલ પર ગયેલા ડોક્ટરોને હડતાલ છોડીને શુક્રવાર સવારથી કામ પર લાગી જવા આદેશ કર્યો છે.જોકે આમ કરવામાં નહીં આવે તો ટર્મિનેટ કરવા સહિતની કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી અપાઈ છે.

કોરોના મહામારીમાં પી.જી.રેસિડેન્ટ તરીકે કામગીરી કરનારા ડોક્ટરોને સરકાર દ્વારા જે તે સમયે બોન્ડેડ સમયને સિનિયર રેસિડેન્સી તરીકે ગણવાની જાહેરાત કરી હતી.હાલમાં વર્ષ 2019ની બેંચના વિદ્યાર્થીઓને પણ આ લાભ મળવો જોઇએ તેવી માંગણી કરી હતી.ડોક્ટરોના કહેવા પ્રમાણે છેલ્લા એક વર્ષથી જુદા જુદા સ્તરે આ પ્રકારની માંગણી કરવા છતાં કોઇ ઉકેલ આવ્યો નથી.તાજેતરમાં વિદ્યાર્થીઓએ પોતાની માંગણીઓને લઇને આરોગ્ય મંત્રીની મુલાકાત પણ લીધી હતી.જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વર્ષ 2019માં પી.જી.અભ્યાસક્રમમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની 3 વર્ષની રેસિડેન્સી પૂરી થઇ અને ગુજરાત યુનિવર્સિટીની એપ્રિલ 22ની પરીક્ષામાં પાસ થયા છે.

જુનિયર રેસિડેન્સીના કુલ 36 મહિનાના સમયગાળા પૈકી 17 મહિના કોરોના મહામારીની કામગીરી કરી છે.ભૂતકાળમાં પુ.જી.અને ડિપ્લોમા અભ્યાસક્રમના વિદ્યાર્થીઓને કોરોનાની કામગીરી બદલ સિનિયર રેસિડેન્સી બોન્ડેડ સેવા તરીકે ગણવામાં આવી હોવાથી વર્ષ 2019માં પી.જી.માં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની કોરોના મહામારીની કામગીરીને ધ્યાનમાં લઇને સિનિયર રેસિડેન્સીને બોન્ડ સેવા તરીકે ગણવાની કાર્યવાહી કરવા માટે ભલામણ કરતો પત્ર લખ્યો હતો.ડોક્ટરો કહે છે કે,આરોગ્ય મંત્રીના આ પ્રકારના પત્ર પછી પણ આરોગ્ય વિભાગ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.

પાંડેસરામાં એસઆરપી જવાનની બર્બરત્તા ! : 11 વર્ષીય કિશોરને ઉઠકબેઠક કરાવી દંડા ઝીક્યા
પતિ જબરદસ્તી CAA વિરુદ્ધ ધરણા પર મોકલે છે, પત્નીએ ખોલી પોલ
કોમર્શિયલ LPGના ભાવમાં ઘટાડો જાહેર થયો, ઘરેલુ ગ્રાહકને ફાયદો નહિ
RBI, સરકારી બેન્કો- વિમા નિગમના કર્મચારીનાં પગાર કપાત પણ PM કેર ફંડમાં થયા જમા
ખેડૂતોને વ્યાજ સબસિડીની રકમ તાત્કાલિક ચૂકવવા આમ આદમી પાર્ટીની માગ
Share This Article
Facebook Email Print
Previous Article અન્ય રાજ્યના ઓપન બોર્ડમાંથી પાસ વિદ્યાર્થીને ગુજરાતમાં પ્રવેશ નહીં મળે
Next Article ગેરકાયદે કફ સિરપ વેચતા 3 ઝડપાયા, 3500 બોટલ મળી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up