માથાભારે બંટી દયાવાનના ભાઈ સહિત 7 સાગરીતે બે યુવાન પર જીવલેણ હુમલો કરી હવામાં ફાયરીંગ કર્યું

115

સુરત : સુરતના ડિંડોલીમાં ગુરુવારે મોડીરાત્રે ઉમેશની ગેંગે માથાભારે બંટી દયાવાનના ઘર પર પથ્થરમારો કર્યા બાદ બંટીના સાગરીતોએ આતંક મચાવ્યો હતો.બંટી દયાવાનના ભાઈ સહિત સાત સાગરીતોએ ચિંતાચોકમાં યુવાન પર જીવલેણ હુમલો કરી હવામાં ફાયરીંગ કર્યા બાદ ત્યાંથી નીકળી ગાયત્રીનગરમાં વધુ એક યુવાન પર હુમલો કર્યો હતો.ડિંડોલી પોલીસે બનાવ અંગે બે ગુના નોંધી બંટી દયાવાનના એક સાગરીતની ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ગુજસીટોકના ગુનામાં હાલ જેલમાં બંધ કુખ્યાત બંટી દયાવાનની ડિંડોલી આર.ડી.નગર સોસાયટી પ્લોટ નં.80 માં મોટા પુત્ર મહેન્દ્ર સાથે રહેતી અને શાકભાજીની લારી ચલાવતી માતા સંગીતાબેન(ઉ.વ.50)ગામથી મહેમાનો આવ્યા હોય ગતરાત્રે 11 વાગ્યે તેમની સાથે જમતા હતા ત્યારે એક બાઈક પર ઉમેશ ગેંગના લાલુ,ચંદન અને અતુલ આવ્યા હતા.ત્રણેયે સંગીતાબેન અને તેમના પરિવારને ગાળો આપતા સંગીતાબેને દરવાજાની જાળી ખોલી જોયું તો અતુલના બંને હાથમાં તલવાર હતી.તે સંગીતાબેન તરફ આવતા તેમણે ગભરાઈને જાળી બંધ કરી દીધી હતી. આથી લાલુએ ઘર પર પથ્થરો ફેંક્યા હતા અને ચંદને ગાળો આપતા સંગીતાબેને જોરથી બુમાબુમ કરી પોલીસને બોલાવો કહેતા જ ત્રણેય ભાગી ગયા હતા.આ બનાવને પગલે બંટીનો ભાઈ મહેંદ્ર ઉર્ફે પપ્પુ બંટીના અન્ય સાગરીતો કિશન ઉર્ફે ચકલી પરમાર(રહે.ખત્રીનગર,ઉધના,સુરત)

જયેશ ઉર્ફે બારકુ વાઘ(રહે.શાંતિનગર,લીંબાયત,સુરત)અમિત દુબે(રહે. ચિંતાચોક,ડિંડોલી,સુરત)વૈભવ પાટીલ(રહે.આર.ડી.નગર,નવાગામ,સુરત),ગણેશ ઉર્ફે રાવસ્યા પાટીલ(રહે.ચિંતાચોક,ડિંડોલી,સુરત)અને મિલિંદ કોળી(રહે.ખોડીયારનગર,નવાગામ,સુરત)સાથે હાથોમાં ખુલ્લી તલવારો તથા ચપ્પુ રાખી હવામાં ફેરવતા બુમાબુમ કરતા નીકળ્યા હતા.તેમણે ચિંતાચોક પાસે રાજ સુરેશ પાટીલ અને તેના મિત્રોને અહીં શું કરો છો? ભાગો અહીંથી તેમ કહી જયેશ ઉર્ફે બારકુએ રાજને ડાબા પગના જાંઘ ઉપર,ગણેશ ઉર્ફે રાવસ્યાએ જમણા પગના ઘુંટણ ઉપર,મિલીંદ કોળીએ ડાબા હાથની વચલી આંગળીમાં ચપ્પુ મારી ઇજા પહોંચાડી હતી.અમિત દુબેએ પણ ચપ્પુ કાઢી મારવા જતા રાજ નીચે બેસી ગયો હતો.

Share Now