મુંબઇ : મહિલાનો નગ્ન વીડિયો ફરતો કરવાના કેસના આરોપીએ આઈટી એક્ટની કલમ ૬૭ એ અનુસાર ન્યૂડ વીડિયો એ જાતીય પ્રવૃત્તિ દર્શાવતું મટિરિયલ નહીં હોવાની દલીલ કરી આગોતરા જામીન માગ્યા હતા.પરંતુ બોમ્બે હાઈકોર્ટે આ દલીલો ફગાવીને કહ્યું હતું કે આઈટી એક્ટ ૬૭નો હેતુ બિભત્સ સામગ્રીનું ઇલેક્ટ્રોનિક રીતે પ્રસારણ અટકાવવા માટે છે.આ કલમને માત્ર જાતીય પ્રવૃત્તિના અર્થમાં મર્યાદિત કરી શકાય નહીં.ન્યૂડ વીડિયો પણ કલમ ૬૭એનો ભંગ જ છે એમ કહી હાઈકોર્ટે આરોપીના આગાતરા જામીન અરજી ફગાવી દીધી છે.
અરજદારે તેની અરજીમાં જણાવ્યું હતુ ક મહિલાના ન્યૂડ વીડિયોને ફોરવર્ડ કરવો એ બાબત આઇટી એક્ટ હેઠળ સવિસ્તર જાતીય ક્રિડાનાં પ્રસારણની વ્યાખ્યામાં આવતી નથી.અરજદાર વતી પોતાની દલીલના સમર્થનમાં સેક્સ્યુઅલી એક્સપ્લિસીટ એટલે શું તેનો અર્થ જણાવવા વિવિધ ડિક્શનરીઓનો હવાલો પણ રજૂ કર્યો હતો.જોકે,જસ્ટિસ ભારતી એચ.ડાંગરેઅ આ દલીલો ફગાવી દીધી હતી.ચુકાદામાં જણાવાયું હતું કે ન્યૂડ વીડિયો પણ સેક્સ્યુઅલી એક્સ્પિલિસિટ એક્ટ ગણાય આથી અહીં આઈટી એકટની કલમ ૬૭ એ સંપૂર્ણપણે લાગુ પડે છે.આરોપીની કસ્ટડીમાં રાખીને પૂછપરછ થવી જોઈએ આથી આગોતરા જામીન આપી શકાય નહીં.
સમગ્ર કેસ ેવો છે કે બે બાળકોની માતા એવી ૪૪ વર્ષની મહિલાના સંબંધો પતિના મિત્ર અરજદાર સાથે બંધાયા હતા.અરજદારે તેને ન્યૂડ વીડિયો મોકલવા જણાવ્યું હતું.મહિલાએ શરત મુકી હતી કે તે આ વીડિયો જોયા પછી ડિલીટ કરી દેશે અને ક્યાંય શેર નહીં કરે.જોકે,મે ૨૦૧૭માં આ મહિલાને અરજદારના ઘરે બોલાવી તેની પત્ની અને પુત્રીએ આ ન્યૂડ વીડિયો બતાવ્યો હતો.
તે પછી બંને વચ્ચેના સંબંધનો અંત આવ્યો હતો.પરંતુ,ત્રણ વર્ષ પછી અરજદારે આ ન્યૂડ વીડિયોનો હવાલો આપી ફરી સંબંધ માટે ધમકી આપવાનું શરુ કર્યું હતું.આ વીડિયો ફોરવર્ડ થતાં અનેક લોકો સુધી પહોંચ્યો હતો.


