નવી દિલ્હી : કર્મચારી રાજ્ય વીમા નિગમે (ઈએસઆઈસી)એ 2022ના અંત સુધીમાં સ્વાસ્થ્ય વીમા યોજના ઈએસઆઈને આખા દેશમાં અમલી કરવાનો નિર્ણય લીધો છે.હાલ કર્મચારી રાજ્ય વીમા યોજના (ઈએસઆઈ)પૂર્ણ રૂપથી 443 જિલ્લા અને આંશિક રૂપે 153 જિલ્લામાં લાગું છે.કુલ 148 જિલ્લા હજુ ઈએસઆઈ યોજના અંતર્ગત નથી.શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં રવિવારે યોજાયેલી ઈએસઆઈસીની 188 બેઠકમાં દેશભરમાં આરોગ્ય સુવિધા અને સેવા ઉપલબ્ધ કરાવતા તંત્રનો વિસ્તાર કરવાનો નિર્ણય લેવાયો છે.
ઈએસઆઈ યોજના હેઠળ આંશિક રૂપે આવનારા અને હાલ આ યોજના અંતર્ગત નહીં આવતા તમામ જિલ્લાઓને આ યોજના હેઠળ આવરી લેવાશે.આરોગ્ય સુવિધા સેવાઓ નવા ડિસ્પેન્સરી સહ શાખા કાર્યાલય (ડીસીબીઓ)સ્થાપિત કરીને ઉપલબ્ધ કરાવાશે.એમાંથી છ હોસ્પિટલ મહારાષ્ટ્ર,ચાર હરિયાણા,બે-બે તમિલનાડુ-યુપી અને કર્ણાટકમાં સ્થાપિત કરાશે.જ્યારે એક-એક હોસ્પિટલ આંધ્રપ્રદેશ,છતીસગઢ,ગોવા, ગુજરાત,મધ્યપ્રદેશ,ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં શરુ કરાશે.

