By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કોંગ્રેસના એક બૂથમાં સ્થાનિક, રાજ્યસ્તર અને અન્ય રાજ્યના કાર્યકર સહિત ત્રણને જવાબદારી સોંપાશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > કોંગ્રેસના એક બૂથમાં સ્થાનિક, રાજ્યસ્તર અને અન્ય રાજ્યના કાર્યકર સહિત ત્રણને જવાબદારી સોંપાશે
AhmedabadGeneral

કોંગ્રેસના એક બૂથમાં સ્થાનિક, રાજ્યસ્તર અને અન્ય રાજ્યના કાર્યકર સહિત ત્રણને જવાબદારી સોંપાશે

HM News
Last updated: 21/06/2022 5:34 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ : ગુજરાત કોંગ્રેસે વિધાનસભાની આગામી ચૂંટણી માટે રાજ્યના ચાર ઝોનના સ્થાનિક આગેવાનો,કાર્યકરો,ચૂંટાયેલા પદાધિકારીઓ-હોદ્દેદારો સાથે બૂથ મેનેજમેન્ટ મજબૂત બનાવવા માટે પ્રાથમિક બેઠકોનો દોર આરંભી દીધો છે.આગામી ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરો મતદારો સાથે સીધો સંપર્ક કરવા રાજ્યની ૧૮૨ વિધાનસભા બેઠકનો પ્રવાસ ખેડશે.કોંગ્રેસની સૌથી મોટી નબળાઈ ગણાતા બૂથ મેનેજમેન્ટ માટે નેતાઓએ નવી ફોર્મ્યુલા ઘડી કાઢી છે,જે મુજબ‘મારું બૂથ મારું ગૌરવ’અભિયાન અંતર્ગત એક બૂથમાં ત્રણ કાર્યકરની નિમણૂક કરવામાં આવશે.જેમાં એક સ્થાનિક મતવિસ્તારના, એક રાજ્યસ્તરના અને એક ગુજરાત બહારના કાર્યકર-આગેવાનનો સમાવેશ કરાશે.ઓગસ્ટથી સપ્ટેમ્બર દરમિયાન દરેક વિધાનસભા મતવિસ્તારની મુલાકાત દરમિયાન આ ત્રણેય કાર્યકરો-આગેવાનોને તેમણે કેવી કામગીરી કરવાની રહેશે તેનું માર્ગદર્શન આપીને જવાબદારી નિશ્ચિત કરવામાં આવશે.સાથોસાથ ૧૮૨ વિધાનસભા બેઠકમાં એક હજાર બેઠક યોજીને ચૂંટણી ઢંઢેરો(મેનિફેસ્ટો) તૈયાર કરવામાં આવશે.

ગુજરાત કોંગ્રેસે શનિવારથી ચારેય ઝોનની બેઠકોના સ્થાનિક આગેવાનો સાથે બેઠકોનો દોર શરૂ કર્યો છે.જેમાં સોમવારે ઉત્તર ગુજરાતની ૫૩ બેઠક માટે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર,પ્રભારી ડો. રઘુ શર્માની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં મુખ્યત્વે બૂથ મેનેજમેન્ટ માટે યોજવામાં આવી હોવાનું જણાવતા સૂત્રોએ કહ્યું કે,ચૂંટણીમાં પરાજય માટેના કારણોમાં નબળા બૂથ મેનેજમેન્ટને પણ એક મહત્વનું પરિબળ માનવામાં આવ્યું છે.વિધાનસભાની ચૂંટણીમાં શહેરી કે ગ્રામ્ય વિસ્તારના મોટાભાગના બૂથ પર કોંગ્રેસનો કાર્યકર જોવા મળતો ન હોવાની ફરિયાદ વ્યાપકપણે ઉઠતી રહે છે.જે તે મતવિસ્તારના ચૂંટણી લડી રહેલા ઉમેદવાર અને સંગઠન વચ્ચે સંકલનના અભાવે મતદાનના દિવસે અસંખ્ય બૂથો પર કોંગ્રેસનો કાર્યકર-એજન્ટ ન હોવાનું જોવા મળતું હોવાથી આ વખતે નેતાઓએ બૂથ મેનેજમેન્ટની નબળાઈ દૂર કરવા નવી ફોર્મ્યુલા ઘડી કાઢી છે.

આ ઉપરાંત ચૂંટણી ઢંઢેરો બનાવતા પહેલા લોકોને મળીને તેમના સૂચનો-અભિપ્રાય લેવાનો સિલસિલો આ વખતે પણ જારી રાખવામાં આવશે.અગાઉની જેમ શહેરી અને ગ્રામ્ય વિસ્તારના લોકોની સમસ્યાઓ, પ્રશ્નો જાણીને કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરો તૈયાર કરશે.અલબત્ત,અગાઉ પ્રદેશના નેતાઓ સ્થાનિક આગેવાનો-કાર્યકરો સાથે ચર્ચા કરીને સૂચનો એકત્ર કરતા હતા,તેના સ્થાને આગામી ઓગસ્ટથી સપ્ટેમ્બર દરમિયાન દરેક વિધાનસભા મતવિસ્તારની મુલાકાત સમયે જ બૂથ મેનેજમેન્ટની સાથોસાથ કોંગી આગેવાનો,નેતાઓ લોકોને વ્યક્તિગત મળીને સૂચનો-અભિપ્રાય મેળવીને પ્રદેશ ચૂંટણી સમિતિને સુપરત કરશે.જેના પર રાજ્ય સ્તરની મેનિફેસ્ટો કમિટી ચર્ચા-વિચારણાને અંતે આખરી ઓપ આપીને ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ લોકોને વચન આપશે

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગુજરાતમાં ધો-10થી વધુ શિક્ષણ પ્રાપ્ત કરનારાઓની સંખ્યા માત્ર 37 % !
Next Article કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી રજા અપાઈ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up