સુરત : સુરત મ્યુનિસીપલ કોર્પોરેશનમાં સુપરવાઇઝરની પત્નીના ઇન્સ્ટાગ્રામ આઇડી પર મેસેજ મોકલાવી તારી મમ્મીની ખુશી માટે અને તારા ડેડ નથી એટલે દયા ખાઇને હા પાડી છે,તું લગ્ન નહીં કરતી અમારો ત્રણ વર્ષથી પ્રેમસંબંધ છે તેવા મેસેજ કરવા ઉપરાંત છોકરી સપ્લાય કરે છે તેવા મેસેજ કરી બદનામ કરનાર અજાણ્યા વિરૂધ્ધ ખટોદરા પોલીસમાં ફરિયાદ નોંધાય છે.સુરત મ્યુનિસીપલ કોર્પોરેશનમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતા કેવીન(ઉ.વ.24 નામ બદલ્યું છે)ના ગત 15 મે ના રોજ લગ્ન થયા હતા.
પરંતુ લગ્ન પૂર્વે 6 મે ના રોજ તેની પત્ની જીગ્ના(નામ બદલ્યું છે)ના ઇન્સ્ટાગ્રામ આઇડી પર જાનકી પંડયા નામના આઇડી પરથી હાય..કેવીનને માફ કરી દેજે ઓકે,તારી મમ્મીની ખુશી માટે હા કહ્યું હતું,બટ કેવીનને ત્રણ વર્ષથી લવ કરૂ છું,તારા ડેડ નથી એટલે તારી પર દયા ખાયને હાય પાડીતી,એના ઘરના કહેતા હતા એટલા માટે દબાવમાં આવીને હા કહ્યું હતું,તને પ્રુફ જોઇતું હોય તો સ્ક્રીન શોર્ટ મોકલું. તને પહેલાથી કહી દઉ પછી પાછળથી તને દુઃખ નહીં થાય તેવો મેસેજ આવ્યોહતો.જેથી જીગ્નાએ ઇન્સ્ટાગ્રામ પર કોલ કર્યો હતો પરંતુ જાનકી પંડયા નામના આઇડી ધારકે કોલ રિસીવ કર્યો ન હતો.
આ ઉપરાત ક્યુટગર્લ22299 નામના આઇડી પરથી પણ મેસેજ આવતા જીગ્નાએ તેની ઉપર કોલ કરતા કહ્યું હતું કે તું કરણ સાથે લગ્ન નહીં કરીશ, હું તેને ત્રણ વર્ષથી લવ કરૂ છું અને ત્યાર બાદ એક મોબાઇલ નંબર મેસેજ કર્યો હતો.ત્યાર બાદ અલગ-અલગ મોબાઇલ પરથી કેવીન ઉપર કોલ આવતા હતા અને તમે ઇન્સ્ટાગ્રામ આઇડી પર છોકરીના ફોટા મુકો છો,તમે છોકરી સપ્લાય કરો છો એવી પૃચ્છા કરતા હતા.

