સુરત : વધુ અભ્યાસ માટે માતા-પિતાને છોડીને સુરત બહાર જવુ ન હોવાથી ટેન્શનમાં આવેલા રાંદેરના 22 વર્ન,ા યુવાને ઘરમાં ફાંસો ખાઇને જીવન ટુંકાવી લીધા પરિવાર આઘાતમાં સરી પડયો છે.નવી સિવિલથી મળેલી વિગત મુજબ ન્યુ રાંદેર રોડ પર આશિષ સોસાયટીમાં રહેતો ૨૨ વર્ષીય આત્મીય ભુપેન્દ્ર ગાગળવાળા રવિવારે રાતે ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.
આ અંગે તપાસકર્તા રાંદેર પોલીસ મથકના પરેશભાઇએ જણાવ્યુ કે આત્મીયએ બી.સી.એનો અભ્યાસ કર્યો હતો.બાદમાં તેને વધુ અભ્યાસ માટે વિદેશ જવા કહ્યુ હતુ.પણ તેણે ના પાડી હતી.ત્યારબાદમાં તેને વધુ અભ્યાસ કરવા માટે વડોદરા મોકલવાની ઇચ્છા હતી.પણ તે માતા-પિતાનો ખુબજ લાડકવાયો હતો.જેથી પરિવારને છોડીને જવાની તેની ઇચ્છા ન હતી.આવા સંજોગોમાં તે તાણ અનુભવતો હોવાથી આ પગલુ ભર્યુ હતુ.તેનો મોટો ભાઇ બેન્કમાં નોકરી કરે છે.


