સુરત : સુરતમાં કોરોના કેસમાં રોજ વધારો થઇ રહ્યો છે.જોકે સોમવારે સિટમાં 35 અને જીલ્લામાં 10 મળી નવા 45 દર્દી સપડાયા છે. જયારે સિટીમાં 4 અને જીલ્લામાં 2 મળી 6 દર્દીને રજા આપવામાં આવી હતી.
આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ સુરત સિટીમાં કોરોનામાં 35 કેસ નોધાયો છે. જેમાં સૌથી વધુ અઠવામાં 7,સેન્ટ્રલમાં 4,રાંદેરમાં 4,લિંબાયતમાં 6,કતારગામમાં 4,વરાછા એમાં 5,વરાછા બીમાં 3,ઉધના એમાં 1 અને ઉધના બી ઝોનમાં 1 દર્દી ઝપેટમાં આવ્યા છે.જેમાં 12 હાઉસવાઇફ,બે વિધાર્થી,હીરા,ટેક્સટાઇલ સહિતના ચાર બિઝનેશમેન સહિતના સમાવેશ થાય છે.જોકે એક પરિવારના બે સભ્યો સંપડાયા છે.જયારે સિટીમાં 4 દર્દીને રજા આપવામાં આવી છે.સિટીમાં કુલ 164 એકટીવ કેસ પૈકી નવ દર્દી હોસ્પિટલમાં દાખલ છે.આ ઉપરાંત સુરત જીલ્લામાં 10 કેસ નોધાયા છે.જોકે બે દર્દીને રજા આપવામાં આવી છે. જયારે જીલ્લામાં કુલ 40 એકટીવ કેસ છે.

