અમદાવાદ : મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ(Maharashtra Political Crisis)સર્જાયો છે.શિવસેનાના 30થી વધુ ધારાસભ્યો સુરતની એક હોટલમાં ગુપ્તવાસમાં હોવાની માહિતી(Shiv Sena MLAs in Surat) મળી છે.બીજી તરફ એવા અહેવાલ વહેતા થયા છે કે મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી(Maharashtra BJP)સરકાર સમક્ષ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહી છે.
સૂત્રોનું કહેવું છે કે નારાજ ધારાસભ્યો સાથે ગુજરાત બીજેપી પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ(Gujarat BJP chief C R Patil)પણ મુલાકાત કરી શકે છે.સુરતની હોટલમાં રોકાયેલા ધારાસભ્યોમાં શિવસેનાના મોટા નેતા એકનાથ શિંદે (Eknath Shinde)પણ સામેલ છે.હાલ જે નેતાઓ સંપર્ક વિહોણા છે તેમા એકનાથ શિંદે સહિત પાંચ મંત્રી પણ સામેલ છે.આ ઉપરાંત એનસીપીના એક ધારાસભ્ય પણ સામેલ છે.


