મુંબઈ : શિવસેનાના(shivsena)સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતે (Sanjay Raut)મહારાષ્ટ્રની (maharashtra)મહાવિકાસ અઘાડી સરકારમાં કોઇપણ રાજનીતિક ભૂકંપથી ઇન્કાર કર્યો છે.સંજય રાઉતે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે કોઇ રાજનીતિક ભૂકંપ નથી. શિવસેના પાસે ક્યારેય કોઇ એવો નહીં હોય જે પોતાની વેચી દે.મુંબઈ પર કબજો કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.જોકે રાજસ્થાન અને મધ્ય પ્રદેશની પેટર્ન મહારાષ્ટ્રમાં થશે નહીં.
સંજય રાઉતે કહ્યું કે એકનાથ શિંદે પર ત્યાં સુધી ટિપ્પણી નહીં કરું જ્યાં સુધી હું તેમની સાથે વાત ના કરી લઉં.જોકે તે હજુ પણ શિવસેનાનો ભાગ છે.સીઆર પાટીલ ગુજરાતમાં તેમના માટે વ્યવસ્થા કરી રહ્યા છે.દરેક જાણે છે કે તે કોની નજીક છે.હું પવાર સાહેબના સંપર્કમાં છું.અમારા પર દબાણ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.અનિલ પરબને આજે ફરી નોટિસ મોકલવામાં આવી છે.આ દબાણને બધા જાણે છે.ઘણા ધારાસભ્યો પાછા આવવા માંગે છે.તક મળતા જ અમારા બધા ધારાસભ્યો પાછા આવી જશે.મહાવિકાસ અઘાડી સરકાર બની ત્યારે પણ ભાજપા દ્વારા આ પ્રકારના પ્રયત્નો કર્યા હતા પણ તે સફળ થયા ન હતા.હવે ફરીથી તે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.


