By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: એનસીબી ટીમના સ્વાંગમાં બોલીવુડના આસિ. ડાયરેક્ટરનું અપહરણ કરી 1 લાખ પડાવ્યા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > એનસીબી ટીમના સ્વાંગમાં બોલીવુડના આસિ. ડાયરેક્ટરનું અપહરણ કરી 1 લાખ પડાવ્યા
GeneralMumbai

એનસીબી ટીમના સ્વાંગમાં બોલીવુડના આસિ. ડાયરેક્ટરનું અપહરણ કરી 1 લાખ પડાવ્યા

HM News
Last updated: 21/06/2022 7:03 AM
HM News
3 years ago
Share
SHARE

મુંબઇ : નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોના અધિકારી હોવાનું જણાવી બોલીવૂડના એક ૩૫ વર્ષના આસીસ્ટન્ટ ડાયરેક્ટરનું અપહરણ કરી એક લાખ રૃપિયાની રકમ પડાવનાર ત્રણ જણની ડી.એન.નગર પોલીસે ધરપકડ કરી હતી.એનસીબીના બનાવટી અધિકારી બનીને આવેલા આ લોકોએ તેને ડ્રગ્સના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી આ રકમ પડાવી હતી.

પોલીસે આ પ્રકરણે દિપક વિલાસ જાધવ,પંકજકુમાર પાલ અને સચિન સંતોષ સિંહ નામના ત્રણ આરોપીને પકડી પાડયા હતા જ્યારે અન્ય ત્રક્ષણ આરોપીને પકડી પાડવા પ્રયત્નો આદર્યા છે.આ સંદર્ભે વધુ વિગતાનુસાર અંબોલીમાં રહેતા ફરિયાદી આસીસ્ટન ડાયરેક્ટરનું બે રિક્ષામાં આવેલા છ જણે અપહરણ કર્યું હતું.આ લોકો ફરિયાદીને જબરજસ્તી રિક્ષામાં બેસાડી રિક્ષાને જૂહુ-અંધેરી બ્રિજ પાસે લઇ ગયા હતા. અહીં આ લોકોએ તેમની ઓળખાણ એનસીબીના અધિકારી તરીકે આપી તે ડ્રગ્સ,નો પેડલર હોવાની ટીપ મળી હોવાનું કહ્યું હતું.

જ્યારે ફરિયાદીએ કહ્યું કે તે ડ્રગ્સ પેડલર નથી ત્યારે આ લોકોએ તેની મારપીટ કરી હતી અતેને છોડવા માટે પાંચ લાખની માગણી કરી હતી.જો તે આ રકમ નહી ભરે તો તેને ડ્રગ્સના કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી.ફરિયાદીએ પિતાને ફોન કરી આ રકમની વ્યવસ્થા કરવા વિનંતી કરતા આ લોકોએ ફરિયાદીની વાત તેના પિતા સતે કરવાની છુટ આપી હતી.આરોપીઓએ તેના પિતાને પણ ખૂબ ધમકાવ્યા હતા.ફરિયાદીના પિતાએ એક લાખ રૃપિયા ચૂકવ્યા બાદ બે કલાક બાદ ફરિયાદીને વધુ એક લાખ રૃપિયા આપવાની શરતે છોડયો હતો.આ ઘટના બાદ પિતા-પુત્રને શંકા જતા તેમણે પોલીસમાં ફરિયાદ કરી હતી.આ લોકો જ્યારે બીજા એક લાખ રૃપિયા લેવા આવ્યા ત્યારે પોલીસે ત્રણ આરોપીને પકડી પાડયા હતા.પોલીસે અન્ય ત્રણ આરોપીને પકડી પાડવાના પ્રયાસો આદરી આ પ્રકરણે વધુ તપાસ ચલાવી છે.

‘બોલ માડી અંબે…’ પહેલાં નોરતે જ અંબાજી અને પાવાગઢમાં માઇ ભક્તોનું ઉમટ્યું ઘોડાપૂર
અમરેલીનાં બાપ છત્રપાલ સિંહ વાળાનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું,સર્વિસ પણ કરાઈ
BRAKING : અમિત શાહ મેદાનમાં ઉતર્યાં : 6 મનપામાં ધીમું મતદાન, ભાજપને ભય, વધુમાં વધુ મતદાન કરાવવા પ્રદેશ નેતાઓને અમિત શાહની સૂચના
હવે ‘વન નેશન-વન સ્ટાન્ડર્ડ’ લાગુ કરવાની તૈયારી
કોરોનાકાળમાં તાપી શુદ્ધિકરણ માટે અબજોનો કોન્ટ્રાક્ટ આપવાનો ગોઠવાયો તખ્તો,કોંગ્રસે નોંધ્યો વિરોધ
Share This Article
Facebook Email Print
Previous Article જાણો… કોણ છે એકનાથ શિંદે, જેમણે મહારાષ્ટ્રના રાજકારણમાં મચાવી ઉથલ-પાથલ
Next Article જોખમી ઈમારતો ખાલી કરવાની નોટિસો આપતી બીએમસીની બે સ્કૂલોનું ખખડધજ બિલ્ડિંગમાં સંચાલન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up