નવી દિલ્હી : અગ્નિપથ યોજનાના વિરોધ વચ્ચે સરકારે ભરતી માટે નોટિફિકેશન પણ જાહેર કરી દીધું છે.અગ્નિપથ યોજનામાં અલગ અલગ વિભાગોએ અનામત આપવાની પણ જાહેરાત કરી છે.એ દરમિયાન હવે સૈન્યની ત્રણેય પાંખના વડા પીએમ નરેન્દ્ર મોદીને અગ્નિપથની જાણકારી આપશે.તેના લાંબાંગાળાની અસરો બાબતે અહેવાલ આપશે.સૈન્યની ત્રણેય પાંખના વડા ૨૧મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે.અહેવાલો પ્રમાણે સૈન્યના ત્રણેય પાંખના વડાઓ પીએમને સૈન્યમાં અગ્નિવીરોની ભૂમિકા બાબતે માહિતી આપવાની સાથે સાથે ભવિષ્યમાં હકારાત્મક રીતે આ યોજનાનો કેવો ઉપયોગ થઈ શકશે તે બાબતે ચર્ચા કરશે. સૈન્યના વડાઓએ અગાઉ પણ આ યોજનાથી થનારા ફાયદા બાબતે નિવેદનો આપ્યા હતા. યુવાનોના વ્યાપક વિરોધ વચ્ચે આ બેઠક મહત્વની બની રહેશે.

