મુંબઈ : તા.21 જૂન 2022,મંગળવાર : મહારાષ્ટ્રની મહા વિકાસ અઘાડી સરકાર અત્યાર સુધીના સૌથી મોટા સંકટમાં છે.શિવસેનાથી નારાજ ધારાસભ્યોએ સુરતમાં ધામા નાખ્યા છે.શિવસેનાના કદાવર નેતા એકનાથ શિંદેએ બળવાનું બ્યુગલ ફૂંક્યું છે.એકનાથ શિંદે શિવસેનાના સંભવિત 29 જેટલા ધારા સભ્યો સાથે સુરત પહોંચ્યા છે.આ તમામ ધારા સભ્યો સુરતની લા મેરિડીયન હોટલમાં રોકાયા છે.સરકાર ન તોડવા એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે સમક્ષ 3 શરત મૂકી છે.1.ફડણવીસને મુખ્યપ્રધાન બનાવવામાં આવે 2.શિંદેને નાયબ મુખ્યપ્રધાન બનાવવાની માંગ 3.કોઈ પણ સ્થિતિમાં કોંગ્રેસ NCPનો સાથ ન જોઈએ. તેમણે કહ્યું કે,NCP કોંગ્રેસ સાથે છેડો ફાદી દો અને મહાવિકાસ અઘાડી સરકારનું વિસર્જન કરી દેવ અને ભાજપ સાથે ગઠબંધન કરી ફરીથી સત્તામાં આવી જાવ.આ દરમિયાન ભાજપના ધારાસભ્ય શિવેન્દ્રરાજ ભોસલેએ જણાવ્યું કે,મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં બીજેપીની સરકાર હશે.આતો માત્ર શરૂઆત છે.


