By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: BIG BREAKING : ઉદ્ધવ ઠાકરેનો સંદેશો લઈ શિવસેનાના ધારાસભ્ય મિલિન્દ નારવેકર સુરતની હોટલ પહોંચ્યા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > BIG BREAKING : ઉદ્ધવ ઠાકરેનો સંદેશો લઈ શિવસેનાના ધારાસભ્ય મિલિન્દ નારવેકર સુરતની હોટલ પહોંચ્યા
GeneralSurat

BIG BREAKING : ઉદ્ધવ ઠાકરેનો સંદેશો લઈ શિવસેનાના ધારાસભ્ય મિલિન્દ નારવેકર સુરતની હોટલ પહોંચ્યા

HM News
Last updated: 21/06/2022 11:20 AM
HM News
4 years ago
Share
SHARE

– CM ઉદ્ધવનો ફોન પણ નથી ઉઠાવતા MLA
– એકની તબિયત લથડતાં સિવિલમાં દાખલ
– મહારાષ્ટ્ર BJPના 2 ધારાસભ્ય હોટલ પહોંચ્યા

મહારાષ્ટ્રની રાજનીતિમાં ‘ખજૂરાહોકાંડ’ સર્જાયો છે.મહારાષ્ટ્રની રાજનીતિમાં ભડકો થયો છે.શિવસેનાથી નારાજ થઈ એકનાથ શિંદે સહિત 30થી વધુ ધારાસભ્ય સોમવારની સાંજથી સંપર્કવિહોણા બન્યા હતા,એમાં NCPના એક ધારાસભ્ય પણ સામેલ છે.તેઓ સુરતની ડુમ્મસ રોડ પર આવેલી લા મેરિડિયન હોટલમાં રોકાયા છે.
હોટલ બહાર ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.દરમિયાન મહારાષ્ટ્ર ભાજપના બે ધારાસભ્ય સંજય કૂટે અને રાહુલ નારવેકર હોટલ પહોંચ્યા હતા.ત્યારે હાલ શિવસેનાના ધારાસભ્ય મિલિન્દ નારવેકર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનો સંદેશો લઈ હોટલ ખાતે પહોંચ્યા છે.

કયા કયા ધારાસભ્યો સંપર્કવિહોણા?

– શહાજી બાપુ પાટીલ
– મહેશ શિંદે સતારા
– ભરત ગોગવળે
– મહેન્દ્ર દળવી
– મહેશ થોરવે
– વિશ્વનાથ ભોઈર
– સંજય રાઠોડ
– સંદીપાન ભૂમરે
– ઉદયસિંહ રાજપૂત
– સંજય શિરસાઠ
– રમેશ બોરણારે
– પ્રદીપ જયસ્વાલ
– અબ્દુલ સત્તાર
– તાનાજી સાવંત
– સુહાસ કાંદે
– પ્રકાશ અબીટકર
– પ્રતાપ સરનાઈક
– ગીતા જૈન
– શ્રીકાંત શિંદે
– રાજન વિચારે
– બાલાજી કેકનિકર
– ગુલાબરાવ પાટીલ
– શંભુરાજ દેસાઈ
– ચિંતામણ વણગા
– અનિલ બાબર
– જ્ઞાનેશ્વર ચૌગુલે
– રાયમૂલકર
– લતા સોનવણ
– યામિની જાધવ
– નીતિન દેશમુખ બાળાપૂર

નીતિન દેશમુખની તબિયત લથડી

મહારાષ્ટ્રથી સુરત આવેલા શિવસેનાના 30થી વધુ ધારાસભ્યોમાંથી એક ધારાસભ્યની તબિયત લથડી હતી.નીતિન દેશમુખ બાળાપૂર(અકોલા)ની તબિયત લથડી હતી. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.સવારે ચાર વાગ્યે સિવિલ લવાયા હોવાથી સિવિલ હોસ્પિટલમાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.હાલ નીતિન દેશમુખને સિવિલ હોસ્પિટલના જૂના બિલ્ડીંગના સ્પેશિયલ રૂમમાં સારવાર અપાઈ રહી છે.

માથાકૂટ બાદ તબિયત લથડી

નીતિન દેશમુખને અહીં લાવવા બદલ એકનાથ શિંદે સાથે ઉગ્ર બોલ ચાલ થઈ હતી.તેઓ હોટલની બહાર આવવા ઈચ્છતા હતા,પરંતુ પોલીસે તેમને રોક્યા બાદ નીતિન દેશમુખે બંદોબસ્તમાં રહેલા પોલીસકર્મચારીઓ સાથે પણ માથાકૂટ કરી હતી.ત્યાર બાદ તેઓ હોટલમાં બહાર આવીને બેસી ગયા હતા,પણ કોઈ વાહન ન હોવાને કારણે તેઓ ત્યાં 15 મિનિટ સુધી બેસી રહ્યા હતા.ત્યાર બાદ તેમની તબિયત લથડતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

હોટલમાં 25થી વધુ રૂમ બુક કરાવ્યા

મહારાષ્ટ્રની સરકાર સામે સંખ્યાબળ ભેગું કરવા ભાજપ દ્વારા ક્વાયત હાથ ધરવામાં આવી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.ત્યારે મહારાષ્ટ્રના શિવસેનાના ધારાસભ્યોને સુરતની લા મેરિડિયન હોટલમાં રાખવા માટે 25થી વધુ રૂમ બુક અગાઉથી કરાવવામાં આવ્યા હતા.સી.આર.પાટીલ સુરતમાં ગઇકાલે મોડી રાત્રે ધારાસભ્યોને મળીને વહેલી સવારે ગાંધીનગર જવા રવાના થયા હોવાનું સુત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે.

રાજકીય ઊથલપાથલનાં એંધાણ

મહારાષ્ટ્રની વિધાન પરિષદની ચૂંટણી બાદ શિવસેનામાં નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે.અસંતુષ્ટ ધારાસભ્યો ગુજરાત પહોંચ્યા હોવાની ગઈકાલથી ચર્ચા ચાલી રહી હતી.સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે સુરતની ડુમ્મસ મેરિડિયન હોટલ ખાતે 30થી વધારે નારાજ શિવસેનાના ધારાસભ્ય એકનાથ શિંદેની આગેવાનીમાં સુરત આવી પહોંચ્યા છે.રાજકીય રીતે કોઈ મોટી ઊથલપાથલ થવાનાં એંધાણ વર્તાઇ રહ્યાં છે.બપોર બાદ એકનાથ શિંદે મીડિયાને સંબોધન કરે તેવી શક્યતા છે.

પાટીલે કાર્યક્રમમાં જવાનું રદ કર્યું

મહત્ત્વની બાબત એ છે કે આજે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા વિશ્વ યોગ દિવસના તમામ કાર્યક્રમોમાં જોવાનું રદ કરી દીધું હોવાનું ગઈકાલે રાત્રે જ જાણવા મળ્યું હતું.વિશ્વ યોગ દિવસના સી.આર.પાટીલના તમામ કાર્યક્રમ રદ કરવા પાછળ શિવસેના નારાજ ધારાસભ્ય સાથેની મુલાકાત પણ હોય શકે છે.સી.આર.પાટીલ પોતે મરાઠી છે.તેઓ મુંબઈના શિવસેનાના ધારાસભ્યો સાથે ખૂબ સારી રીતે સંપર્કમાં છે.દેવેન્દ્ર ફડણવીસ અને સી.આર.પાટીલ દ્વારા આ ગુપ્ત રાહે નારાજ શિવસેનાના ધારાસભ્યોને પોતાના તરફેણમાં લાવવા માટેનો પ્રયાસ શરૂ કરાયો હોય એ પ્રકારની ચર્ચા ચાલી રહી છે.શિવસેનાના ધારાસભ્ય હાલ તેમના જ પક્ષના નેતાઓથી નારાજ હોય એવી ચર્ચા વહેતી થઈ છે.

મહારાષ્ટ્રની રાજનીતિમાં ભૂકંપ

શિવસેના નારાજ ધારાસભ્યોને ભાજપ તરફેણમાં લાવવા માટે દેવેન્દ્ર ફડણવીસ અને સી.આર.પાટીલ દ્વારા ઓપરેશન હાથ ધરાયું હોવાનું સામે આવી રહ્યું છે.મુંબઈના તમામ શિવસેનાના ધારાસભ્ય અને સુરતમાં રોકાણ કરવામાં આવ્યું હતું.આજે તેઓ ભાજપ સાથે મળીને કોઈ મોટી જાહેરાત કરી શકે એવી પણ શક્યતા નકારી શકાય એમ નથી.મોટી રાજકીય હિલચાલને કારણે સી.આર.પાટીલ દ્વારા ગઈકાલે જ વિશ્વ યોગા દિવસના કાર્યક્રમમાં જવાનું રદ કર્યાનો મેસેજ મીડિયામાં આપી દેવાયો હતો.આ રાજકીય ઊથલપાથલને કારણે તેઓ અહીં વ્યસ્ત હોવાને કારણે યોગ દિવસમાં હાજરી આપી ન શક્યા હોય એવું પ્રબળપણે શક્યતા છે.હવે આ નારાજ ધારાસભ્યો સાથે ભારતીય જનતા પાર્ટી કયા પ્રકારની ગોઠવણ કરે છે એના પર સૌકોઈની નજર છે. જો આ નારાજ ધારાસભ્ય શિવસેનાના ભારતીય જનતા પાર્ટી સાથે આવવા તૈયાર થાય તો મહારાષ્ટ્ર અને રાજનીતિમાં ભૂકંપ આવી શકે છે.

સતત થઈ રહેલી ઉપેક્ષાથી શિંદે નારાજ

શિવસેનામાં સતત થઈ રહેલી ઉપેક્ષાથી કદાવર મંત્રી એકનાથ શિંદે નારાજ છે.તેઓ ગઈકાલ સાંજથી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનો ફોન પણ ઉઠાવતા નથી.

એનસીપી અધ્યક્ષ ઉદ્ધવને મળ્યા, સંજય રાઉતનો દિલ્હી પ્રવાસ સ્થગતિ

રાજકીય ઉથલપાથલના પગલે એનસીપી મહારાષ્ટ્રના અધ્યક્ષ જયંત પાટિલે ઉદ્ધવ ઠાકરે સાથે માતોશ્રીમાં મુલાકાત કરી હતી.શિવસેનાના સાંસદ સંજય રાઉતે દિલ્હી પ્રવાસ રદ્દ કર્યો છે.તેઓ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે શરદ પવારના નિવાસ સ્થાને યોજાનાર બેઠકમાં ભાગ લેવા જવાના હતા.

રાજ્યસભા અને વિધાનપરિષદની ચૂંટણી પછી નારાજ છે

જ્યારે 2019ની ચૂંટણીનું પરિણામ આવ્યું હતું ત્યારે શિવસેનાએ શિંદેને ધારાસભ્ય દળના નેતા બનાવાયા હતા.તેઓ બાળ ઠાકરે સમયથી પાર્ટી સાથે જોડાયેલા છે. થોડા સમય પહેલા મહારાષ્ટ્રમાં રાજ્યસભા અને વિધાનપરિષદની ચૂંટણીમાં શિવસેનાએ તેમને સાઈડલાઈન કર્યા હતા. ત્યાર પછી તેઓ નારાજ છે.

તો મહારાષ્ટ્ર સરકાર પડી જશે

મહારાષ્ટ્રમાં જો 13 ધારાસભ્યો બળવો કરશે તો સરકાર પડી જશે.વાસ્તવમાં રાજ્યમાં ઉદ્ધવ ઠાકરેને 153 ધારાસભ્યોનું સમર્થન મળ્યુ છે.સરકાર બનાવવા માટે 144 ધારાસભ્યો જોઈએ.કારણ કે હાલમાં એક બેઠક ખાલી છે.જો શિવસેનામાં ભાગલા પડશે તો કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો પણ પક્ષ બદલી શકે છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article શિવસેનાના ‘બાગી’ ધારાસભ્યોએ મુકી શરત, CM ઉદ્ધવ ઠાકરે પાસે કરી મોટી ડિમાન્ડ
Next Article ઓપરેશન ”કમળ” સુરતમાં : CR પાટીલ અને એકનાથ શિંદે વચ્ચે ઘરેબો હોવાની પણ ચર્ચા !!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up