મુંબઈ : તા.23 જૂન 2022,ગુરૂવાર : મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર પર જે સંકટ ઘેરાયું છે તેના માટે શિવસેના સાંસદ સંજય રાઉત કેન્દ્રીય એજન્સીઓના દુરૂપયોગને જવાબદાર ઠેરવી રહ્યા છે.જોકે તેમાં અમુક અંશે સત્ય જણાઈ રહ્યું છે કારણ કે,એકનાથ શિંદે સાથે મળીને બળવો પોકારનારા શિવસેનાના 30થી વધુ ધારાસભ્યો પૈકીના 2(પ્રતાપ સરનાઈક તથા યામિની જાધવ)કેન્દ્રીય એજન્સીઓની રડાર પર છે. યામિની,સરનાઈક તથા તેમના પરિવારજનો ઈડી તથા આઈટીની રડારમાં છે.
રાજકીય નિષ્ણાંતોના કહેવા પ્રમાણે કેન્દ્રીય એજન્સીઓના પ્રકોપથી બચવા માટે જ ધારાસભ્યોએ બળવાનો રસ્તો અપનાવ્યો છે. તેમને એવો વિશ્વાસ છે કે,રાજ્યમાં ભાજપ સાથે સરકાર બનાવવાથી તેઓ તપાસ એજન્સીઓની રડારમાંથી બચી શકે છે.અનેક મહિનાઓથી જેલના સળિયા પાછળ પુરાયેલા પૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખ અને નવાબ મલિકનું ઉદાહરણ તેમના સામે જ છે.


