રાજ્યમાં અત્યારે રાજકીય વાતાવરણ ગરમાયું છે.રાજ્યમાં અત્યારે રાજકીય વાતાવરણ ગરમાયું છે અને સત્તાપરિવર્તનનું ચિત્ર ઊભું થયું છે.બધા લોકોની નજર થાણેના પાલકપ્રધાન અને મહાવિકાસ આઘાડી સરકારના શહેરી વિકાસપ્રધાન એકનાથ શિંદે પર છે ત્યારે થાણેના કેટલાક શિવસૈનિકોએ એકનાથ શિંદેને સમર્થન દર્શાવ્યું છે.એકનાથ શિંદેના થાણેના કળવા વિસ્તારના કેટલાક સમર્થકોએ ગઈ કાલે તેમના સમર્થનમાં બૅનરો લગાડ્યાં હતાં,જેમાં બાળાસાહેબ અને આનંદ દીઘેના ફોટો સાથે એકનાથ શિંદેનો ફોટો નાખવામાં આવ્યો હતો.જોકે ઉદ્ધવ ઠાકરેનો ફોટો આ બૅનર પરથી ગાયબ હતો.બૅનરમાં તમામ શિવસૈનિક નેતાઓના ફોટો સિવાય માત્ર બાળાસાહેબ ઠાકરે અને ધર્મવીર આનંદ દીઘેના ફોટો સાથે ‘આમ્હી શિંદે સાહેબ સમર્થક’ લખાણ મૂકવામાં આવ્યું હતું.


