લોકસભાની આ ત્રણ બેઠકોમાં ઉત્તર પ્રદેશમાં આઝમગઢ અને રામપુર,જ્યારે પંજાબમાં સંગરુરનો સમાવેશ થાય છે ૬ રાજ્યોમાં લોકસભાની ત્રણ અને વિધાનસભાની સાત બેઠકો માટે ગઈ કાલે પેટાચૂંટણી યોજાઈ હતી,જેનાં પરિણામ રવિવારે જાહેર કરવામાં આવશે.લોકસભાની આ ત્રણ બેઠકોમાં ઉત્તર પ્રદેશમાં આઝમગઢ અને રામપુર,જ્યારે પંજાબમાં સંગરુરનો સમાવેશ થાય છે.જે વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ છે એમાં દિલ્હીની રાજિન્દર નગર,ઝારખંડની મંદર,આંધ્ર પ્રદેશની અતમાકુર અને ત્રિપુરામાં અગરતલા,બોર્ડોવાલી,સુરમા અને જુબરાજનગરનો સમાવેશ છે.દિલ્હીમાં રાજિન્દર નગરની પેટાચૂંટણીમાં ૪૩.૭૫ ટકા મતદાન થયું હતું.આઝમગઢ લોકસભાની બેઠક પર ૪૮.૫૮ ટકા મતદાન થયું હતું.

