નવી દિલ્હી : તા.24 જૂન 2022,શુક્રવાર : એમ્બર હર્ડ પોતાના ભૂતપૂર્વ પતિ જોની ડેપ સાથેના વિવાદ અને મુકદમાને કારણે ચર્ચામાં છે. એક રિપોર્ટ અનુસાર,અમેરિકન એક્ટ્રેસ એમ્બર હર્ડ વિશ્વનો સૌથી સુંદર ચહેરો ધરાવતી મહિલા છે. વૈજ્ઞાનિકનું માનવું છે કે,એક્ટ્રેસ એમ્બર હર્ડનો ચહેરો બધી રીતે પરફેક્ટ છે.યુકે સ્થિત કોસ્મેટિક સર્જનની સ્ટડી મુજબ, મેપિંગમાં અંબરની આંખો,નાક,હોઠ,હડપચી અને ફેશિયલ શેપનુ મેઝરમેન્ટ લેવામાં આવ્યુ હતુ.
ડો.જુલિયન સિલ્વાનુ કહેવુ છે કે,અમે એક કોમ્પ્યુટર મેપિંગ ટેકનિકનો ઉપયોગ કરીએ છે અને તેના આધારે સચોટ તારણ કાઢી શકાય છે.સુંદરતાના મામલામાં બીજા ક્રમે કિમ કાર્દશિયન અને ત્રીજા ક્રમે બ્રિટિશ મોડેલ કેટ મોસ રહી છે.જેના આધારે ખબર પડી છે કે,અંબરનો ચહેરો આ ધારાધોરણ પ્રમાણે 91.85 ટકા સુધી એક્યુરેટ છે.તેણીએ 2016માં પોતાના ચહેરાની સુંદરતા માપવા માટે ગ્રીક ગોલ્ડન રેશિયોનો ઉપયોગ કર્યો હતો.જેને બ્યુટી ફી પણ કહેવામાં આવે છે.હજારો વર્ષથી પરફેક્ટ ચહેરાને માપવા માટે આ ફોર્મ્યુલા વપરાય છે.
યુ.એસ.વીકલી સાથે વાત કરતા ડૉ. જુલિયનએ કહ્યું હતું કે,”ગ્રીક લોકોએ શોધ્યું કે પ્રમાણ પ્રકૃતિમાં દરેક જગ્યાએ છે અને હજારો વર્ષોથી તે વિશ્વના સૌથી સુંદર ચહેરાઓ માટેનું ગુપ્ત સૂત્ર માનવામાં આવતું હતું.આ જ તકનીકોનો ઉપયોગ કરીને ડો.જુલિયનએ પણ કહ્યું હતું કે,રિયાલિટી ટીવી સ્ટાર કિમ કાર્દાશિયનની આઈબ્રોઝ સૌથી સુંદર છે.હોલીવુડ અભિનેત્રી સ્કારલેટ જોહાન્સન શ્રેષ્ઠ આંખો ધરાવે છે અને મોડેલ અભિનેત્રી એમિલી રાતાજકોવસ્કી શ્રેષ્ઠ હોઠ ધરાવે છે.જ્યારે અભિનેતા રોબર્ટ પેટિન્સનનો 92.15% સ્કોર હતો.તે વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ દેખાતા વ્યક્તિ છે.

