શિવસેનામાં બળવો કરીને આસામ પહોંચેલા એકનાથ શિંદેના ગ્રુપમાં વિધાનસભ્ય સંજય રાઠોડનો પણ સમાવેશ થાય છે.મૂળમાં સંજય રાઠોડ મુંબઈમાં હતા.એ પછી એકનાથ શિંદેને વિધાનસભ્યો ખૂટી રહ્યા છે અને તેમના તરફથી કહેણ આવતાં સંજય રાઠોડે તેમની સાથે જોડાવાનો નિર્ણય લીધો હતો.
જોકે તેમના ઘરમાં આ નિર્ણય તેમનાં પત્ની શીતલ રાઠોડને માન્ય નહોતો. તેમનું કહેવું હતું કે સંજય રાઠોડે ઉદ્ધવ ઠાકરેને જ સાથ આપવો જોઈએ.એ પછી તેમની તબિયત લથડી હતી અને તેમનું બ્લડ-પ્રેશર વધી ગયું હતું એટલે તેમને સારવાર માટે જે. જે. હૉસ્પિટલમાં દાખલ કરાયાં હતાં.એક દિવસ સંજય રાઠોડ તેમની સાથે હૉસ્પિટલમાં પણ રહ્યા હતા.એ પછી તેમણે પોતાનો નિર્ણય અમલમાં મૂક્યો હતો અને આસામના ગુવાહાટીમાં એકનાથ શિંદે અને અન્ય વિધાનસભ્યો પાસે પહોંચી ગયા હતા.તેમના ઘરમાં આ નિર્ણય તેમનાં પત્ની શીતલ રાઠોડને માન્ય નહોતો


