અમદાવાદ : મણિનગરમાં રહેતી પરિણીતાનો લગ્નના એક વર્ષમાં ઘર સંસાર પડી ભાંગ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે,પતિ શંકા રાખીને મહિલાને મારઝૂડ કરતો હતો એટલું જ નહી અપશુકનિયાળ હોવાની વાત કરીને ભુવા પાસે વિધિ કરાવવા દબાણ કરતા હતા.દસ મહિના પહેલા મહિલાને મારઝૂડ કરીને કાઢી મૂકી હતી,આ બનાવ અંગે મણિનગર પોલીસે સુરતમાં રહેતા પતિ સહીત સાસરીના પાંચ સભ્યો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ કેસની વિગત એવી છે કે મણિનગરમાં રેલવે સ્ટેશન સામે પ્રતિષ્ઠા એપાર્ટમેન્ટમાં રહેતા નીલમબહેન પૂષ્પેન્દ્ર કુમાર અગ્રવાલ ે મણિનગર પોલીસ સ્ટેશનમાં સુરતમાં અલથાણા કેનાલ રોડ ઉપર આર્શિવાદ એન્કલેવની પાછળ રહેતા રઘુવીર સેફરોનમાં રહેતા પતિ પુષ્પેન્દ્રભાઇ પ્રકાશચન્દ્ર અગ્રવાલ સહિત સાસરીના પાંચ સભ્યો સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાના વર્ષ પહેલા લગ્ન થયા હતા.લગ્નના એક મહિના સુધી સારી રીતે રાખવામાં આવ્યું હતું,લગ્ન બાદ સાસુ તેમજ સસરા બિમાર પડતાં સાસરીવાળા મહિલાને અપશુકનિયાળ માનીને મહેણાં આપતા હતા.
એટલું જ નહી તારામાં કોઇ દોષ છે કહી ભુવા પાસે વિધિ કરાવવા દબાણ કરતા હતા.મહિલાના લગ્નમાં તેમના પિતાએ રૃા.૧૭.૫૦ લાખ ખર્ચ કર્યો હતો.શંકા રાખીને પતિ મહિલાને મારઝૂડક કરીને દસ મહિના પહેલા કાઢી મૂકી હતી.આ બનાવ અંગે મણિનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


