બારડોલી : બારડોલી સુગર ફેક્ટરીની ટાંકી સાફ કરવા ઉતરેલા 5 મજૂરો ગુંગળાયા હતા.તેમાં સગીર બાળ મજુરોના મોત થયા હતા.તેમના પરીવારને સાંત્વના પાઠવવા તેમજ દુઃખમાં સહભાગી થવા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સેક્રેટરી તેમજ ગુજરાતના સહ પ્રભારી બી.એમ.સંદિપજી
પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો.તુષારભાઈ ચૌધરી,જીલ્લા પ્રભારી યુનુસભાઈ પટેલ,વિધાનસભા પ્રભારી રફીકભાઈ ચૌહાણ ,આનંદભાઈ ચૌઘરી,તરુણભાઈ વાઘેલા,અજયભાઈ ગામીત,મનહરભાઈ પટેલ તેમજ પ્રદેશ તાલુકા જીલ્લાના આગેવાનો બાબેન પહોંચ્યા હતા અને પીડિત પરિવારની મુલાકાત કરી તેમને સાંત્વના પાઠવી ન્યાય અપાવવાની ખાતરી આપી હતી.


