સુરત : લિંબાયત વિસ્તારમાં રહેતા મુસ્લિમ પરિવારની પરિણીતાને વ્હોટ્એપ કોલ કરી આપ કે હસબંડ કા મેરી બહેન સે અફેર ચલ રહા હૈ ઉપરાંત કોલ કરનાર મહિલાના પતિએ તેરે પતિને મેરી સાલી કે સાથ જો કિયા હે,વો મેં તેરે સાથ કરૂંગા અને મેરે સાથ સંબંધ નહીં રખોગી તો પતિ અને બે ભાઇને મારી નાંખવાની ધમકી આપ્યાની ફરીયાદ લિંબાયત પોલીસમાં નોંધાય છે.
લિંબાયત વિસ્તારમાં સંયુકત પરિવારમાં રહેતી નફીસા(ઉ.વ.37 નામ બદલ્યું છે)મહિના અગાઉ સંબંધીના લગ્નમાં મહારાષ્ટ્ર ગઇ હતી ત્યારે અજાણ્યા નંબર પરથી વ્હોટ્સએપ કોલ આવ્યો હતો.કોલ કરનાર મહિલાએ નફીસાને કહ્યું હતું કે આપકે હસબંડ કો સમજાવ,જો મેરી બહેન હે ઉસકે સાથે અશ્લીલ બાત કર રહા હે,ઓર 2018 સે આપકે પતિકા મેરી બહેન કે સાથે અફેર ચલ રહા હે.જેના પ્રત્યુત્તરમાં નફીસાએ મેરા પતિ એસા હો હી નહીં શકતા,કોઇ સબુત હે તો મુજે ભેજો એમ કહેતા કોલ કરનારે નફીસાના પતિના વ્હોટ્સએપ ચેટીંગના સ્ક્રીનશોટ મોકલાવ્યા હતા.જેમા નફીસાના પતિ અને પરસ્ત્રી સાથે થયેલી અશ્લીલ ચેટીંગ હોવાથી નફીસાએ તેના પતિને આ બાબતે પૃચ્છા કરતા તેણે કોઇ સ્ત્રી સાથે વાત કરી નથી એમ કહ્યું હતું.
આ અરસામાં જ મહિલાનો પુનઃ કોલ આવ્યો હતો અને આપ મેરે સાથે બાત નહીં કરોગી તો મેં આપકે પતિ કો ફેમેલીમે બદનામ કર દુંગી ઉપરાંત મહિલાના પતિએ પણ વ્હોટ્સએપ કોલ કરી મેરા નામ સંજય હે,મેરી વાઇફ કા નામ શ્વેતા હૈ,તેરે પતિને મેરે સાલી કે સાથ જો કીયા હે,તેરે પતિ રાત કો મેરે સાલી કે ઘર આયે થે ઔર ઉસને જો કીયા હે વો મે તેરે સાથ કરૂગા સહિતની બિભત્સ વાત કરી અશ્લીલ ફોટો મોકલાવ્યા હતા.આ ઉપરાંત પણ કોલ કરી આપ મેરી સાથ સંબંધ નહીં રખોગી તો મેં આપ કે પતિ ઔર આપકે દોનો ભાઇ કો માર ડાલુંગા એવી પણ ધમકી આપી હતી.