બારડોલી : બારડોલીના ગાંધી રોડ પર આવેલા એક ટાવરમાં રહેતી વિધવા સાથે તેના પતિના મિત્રએ એકલતાનો ફાયદો ઉઠાવી વારંવાર છેડતી કરતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.પોલીસે વિધવાની ફરિયાદના આધારે પોલીસે છેડતીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.આ અંગે મળતી માહિતી અનુસાર બારડોલીના ગાંધી રોડ પર આવેલા એક ટાવરમાં રહેતી 40 વર્ષીય મહિલાના પતિનું વર્ષ 2017માં અવસાન થયું હતું.તેણીને સંતાનમાં બે પુત્રો છે.પતિના મોત બાદ મહિલા તેના પુત્રો સાથે એકલી રહેતી હતી.
2017ના નવેમ્બરમાં તેણી ઘરે એકલી હતી તે સમયે તેમના પતિનો મિત્ર કિર્તિભાઈ ચાંપાનેરીયા(રહે.બારડોલી,શ્રી દત્ત સીટ કવર,હનુમાન ગલી,તા.બારડોલી,જી.સુરત.હાલ રહે.એ-80,નવદુર્ગા સોસાયટી, બારડોલી)સાંત્વના આપવા માટે આવ્યો હતો.ત્યારબાદ થોડા દિવસ બાદ તે રાત્રિના 11 વાગ્યે મહિલા પોતાના ઘરે એકલી હતી ત્યારે કિર્તિભાઈ ફરી તેમના ઘરે આવ્યો હતો અને તેણીનો હાથ પકડી તેને બાથમાં પકડી લીધી હતી.મહિલાએ બૂમાબૂમ કરતાં તે ત્યાંથી નાસી છૂટ્યો હતો.
આ ઘટના બાદ પણ કિર્તિભાઈ વારંવાર મહિનાના ઘરે આવી તેણી મજબૂરીનો ફાયદો ઉઠાવી છેડતી કરતો હતો.ગત 25મી મે 2022 જણા રોજ પણ સવારે 11 વાગ્યે કિર્તિભાઇએ મહિલાને શારીરિક સંબંધ બાંધવા જણાવી તેણી સાથે શારીરિક અડપલાં કર્યા હતા તે સમયે મહિલાનો પુત્ર આવી જતાં કિર્તિ ત્યાંથી નાસી છૂટ્યો હતો.કિર્તિ દ્વારા વારંવાર મહિલાનો પીછો કરી હેરાનગતિ વધી જતાં અંતે મહિલાએ બારડોલી ટાઉન પોલીસ મથકમાં કિર્તિ વિરુદ્ધ ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


