By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: પૂર્વને મોટી ભેટ : આખરે ખારીકટ કેનાલની 1200 કરોડનાં ખર્ચે કાયાપલટ થશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > પૂર્વને મોટી ભેટ : આખરે ખારીકટ કેનાલની 1200 કરોડનાં ખર્ચે કાયાપલટ થશે
AhmedabadGeneral

પૂર્વને મોટી ભેટ : આખરે ખારીકટ કેનાલની 1200 કરોડનાં ખર્ચે કાયાપલટ થશે

HM News
Last updated: 30/06/2022 6:45 AM
HM News
3 years ago
Share
SHARE

અમદાવાદ : શહેરનાં પૂર્વ પટ્ટામાં નરોડાથી વિંઝોલ સુધીની ૨૨ કિલોમીટર લંબાઇની ખારીકટ કેનાલની આખરે ૧૨૦૦ કરોડનાં ખર્ચે કાયાપલટ થશે અને તેના માટે ટેન્ડર બહાર પાડી દેવાયાં છે. સ્ટે.કમિટી ચેરમેન હિતેષભાઇ બારોટ તથા વોટર સપ્લાય કમિટી ચેરમેન જતીનભાઇ પટેલે ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ પ્રોજેકટ અમલી બનવા જઇ રહ્યો છે તેની વિગત આપતાં કહ્યું કે,આશરે ૧૧૦ વર્ષ પહેલાં ખારીકટ કેનાલનો શહેરનાં પૂર્વ પટ્ટામાં વરસાદી પાણીનાં વહેળા તરીકે ઉપયોગ થતો હતો.ત્યારબાદ રાજય સરકારે નરોડાથી વિંઝોલ સુધીનાં ગામોને સિંચાઇના પાણી આપવા માટે વહેળાની જગ્યાએ કેનાલ બનાવી હતી.

શહેરનાં ઉત્તર ઝોનનાં નરોડા-મુઠીયાથી શરૂ થતી ખારીકટ કેનાલ પૂર્વ અને દક્ષિણ ઝોનનાં જુદા જુદા વોર્ડમાંથી પસાર થાય છે.સિંચાઇ માટેની કેનાલ ખુલ્લી હોવાથી તેમાં કચરો ઠાલવી જનારા અને કેમિકલયુક્ત પાણી છોડી જનારા તત્વો પણ સક્રિય હતા.એટલુ જ નહિ ખારીકટ કેનાલની આસપાસ બની ગયેલી સોસાયટીઓ અને ફેકટરીઓનાં ગેરકાયદે જોડાણો પણ ખારીકટમાં થયેલાં હતા.જેના કારણે હાથીજણ ગામથી ખારી નદીમાં ગંદા અને કેમિકલયુક્ત પાણી વહેતાં હોવાની ફરિયાદો વ્યાપક બની હતી.આ સમસ્યાઓનાં નિકાલ માટે ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ પ્રોજેકટ માટે અનેક વર્ષોથી વિચારણા ચાલતી હતી.પરંતુ તેમાં જંગી બજેટ ખર્ચાય તેમ હોવાથી વિચારણા કાગળ ઉપર રહેતી હતી.પરંતુ વર્તમાન સમયમાં રાજય સરકારે ખારીકટ કેનાલનાં વિકાસ માટે નાણાંકીય સહાય કરવાનો નિર્ણય લેતાં મ્યુનિ.સત્તાધીશોએ નિષ્ણાત એજન્સીઓને રોકી ડિઝાઇન અને અંદાજ તૈયાર કરાવ્યો હતો.

વોટર સપ્લાય કમિટી ચેરમેને કહ્યું કે,ખારીકટ કેનાલને સરખી કરી તેની ઉપર રોડ બનાવવામાં આવશે,તેમજ રોડની નીચે સિંચાઇનાં પાણીનાં વહન માટે આરસીસી બોક્સ,વરસાદી પાણીનાં નિકાલ માટે આરસીસી બોકસ,ડ્રેનેજ લાઇન સહિતની અંડરગ્રાઉન્ડ યુટિલીટીની વ્યવસ્થા કરવામાં આવશે.જેની પાછળ ૧૨૦૦ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે.આ તબક્કે સ્ટે.કમિટી ચેરમેન હિતેષભાઇ બારોટે કહ્યું કે,જે અંદાજ તૈયાર થયો છે તેમાંથી ૫૦ ટકા ખર્ચ એટલે કે ૬૦૦ કરોડ સિંચાઇ ખાતુ આપશે અને બાકીનાં ૬૦૦ કરોડ મ્યુનિ.દ્વારા વર્લ્ડબેંકની ગ્રાન્ટમાંથી કે અન્ય ગ્રાન્ટમાંથી ખર્ચવામાં આવશે.

આ પ્રોજેકટ ઝડપથી પૂરો થાય તે માટે પાંચ તબક્કામાં તેની કામગીરી કરાશે અને તેના માટે અલગ અલગ કોન્ટ્રાકટરોને કામ અપાશે.ખારીકટ કેનાલ ડેવલપમેન્ટની માહિતી આપવા માટે બોલાવાયેલી પત્રકાર પરિષદમાં મેયર કિરીટભાઇ પરમાર,ડે.મેયર ગીતાબેન પટેલ,દંડક અરૂણસિંહ રાજપૂતની હાજરીમાં પ્રભારી ધર્મેન્દ્રભાઇ શાહે કહ્યું કે,મ્યુનિ.માં ઇતિહાસમાં એક જ પ્રોજેકટ માટે ૧૨૦૦ કરોડનાં ટેન્ડર બહાર પાડવાનો આ પ્રથમ બનાવ છે અને આ પ્રોજેકટ પૂર્વ અમદાવાદ માટે મોટી ભેટ સમાન પૂરવાર થશે.આ પ્રોજેકટમાં નરોડથી વિંઝોલ સુધીનો રોડ બનશે તેનાથી નારોલ-નરોડા હાઇવે ઉપર ટ્રાફિકનુ ભારણ ઘટશે.

9538 કોરોના પોઝિટીવ વચ્ચે 15 રાજ્યોના 25 જિલ્લામાં કોરોના રિપોર્ટ શૂન્ય
CBI Vs CBI: પૂર્વ તપાસ અધિકારીએ કહ્યું- અસ્થાના વિરુદ્ધ મજબૂત પુરાવા હતા
69 વર્ષની ઉંમરે પણ યુવાનોને પાછા રાખે તેવી લાઈફ સ્ટાઇલ છે રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની,નાસ્તમાં ખાય છે આ સ્પેશ્યલ પક્ષીનું ઈંડુ
રામ મંદિર જમીન ખરીદીમાં કૌભાંડના આરોપ સામે યોગી એક્શનમાં, અધિકારીઓ પાસે માંગ્યો રિપોર્ટ
રશિયનના સાયબર હુમલાને ખાળવા યુક્રેને આઈટી આર્મી રચી
Share This Article
Facebook Email Print
Previous Article રૂપાલ ગામના વરદાયિની માતાજી મંદિરનો કેન્દ્ર સરકારની પ્રસાદ યોજનામાં સમાવેશ
Next Article ગ્રાન્ટેડ કોલેજો કયા કારણે બંધ કરવા માગે છે તેની તપાસ કરો: અધ્યાપક મંડળ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up