નવી દિલ્હી : તા.1 જુલાઈ 2022,શુક્રવાર : દેશના વડપ્રધાન નરેન્દ્ર મોદીની ઓફિસનુ નામ આગળ ધરી એક પોલીસ કોન્સ્ટેબલની બદલીની માંગ કરનાર અજાણ્યા વ્યકિત ઉપર CBIએ ફરિયાદ દાખલ કરી છે.આવી ફરિયાદ PMO થી જ CBIને કરવામાં આવી હતી.આ કેસની વિગત અનુસાર ચંદીગઢ ખાતે ફરજ બજાવતા 2012ની બેચના એક IPS ઓફિસર મનોજ કુમાર મીનાને રોહિત યાદવ નામની વ્યકિતએ ફોન કર્યો હતો.યાદવે પોતે વડાપ્રધાન કાર્યાલયથી બોલતા હોવાનો દાવો કરી ચંદીગઢ ખાતે કોન્સ્ટેબલની બદલી કરવા આદેશ કર્યો હતો.મીનાએ આ અંગે PMOમાં જાણ કરી હતી.આંતરિક તપાસમાં જાણવા મળ્યું છે કે આવી કોઈ વ્યક્તિ અહી નોકરી કરતી જ નથી.વડાપ્રધાન કાર્યાલયથી આ અંગે તપાસ કરવા માટે CBIને જાણ કરવામાં આવી હતી જેમાં આજે FIR નોંધી દેશની અગ્રણી એજન્સીએ તપાસ શરૂ કરી છે.

