સુરત : પોલીશ્ડ હીરામાં કામકાજ ફરી એક વખત દબાયા છે.હોંગકોંગ સહિત ચીનમાં કોવિડના કેસોને કારણે હીરામાં માંગ ઘટી છે.પરંતુ બીજી તરફ સ્થાનિક બજારમાં સીવીડી-સિન્થેટિક ડાયમંડમાં કામકાજ ખૂબ જ મક્કમ રીતે આગળ વધી રહ્યાં છે.સીવીડી-સિન્થેટિક ડાયમંડનો વેપાર વધી રહ્યો હોવાથી,હીરા બજાર અને ઉદ્યોગને ટેકો મળી રહ્યો છે.સીવીડી-સિન્થેટિકનું ઉત્પાદન દિવસે દિવસે વધી રહ્યું છે.અત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં ઉત્પાદન થઈ રહ્યું છે.સ્થાનિક મુંબઈ બજારમાં સીવીડી ખૂબ મોટા પ્રમાણમાં વેચાય રહ્યું છે,એમ હીરાબજારના સૂત્રોએ જણાવ્યું હતું.
સીવીડી(કેમીકલ વપોર ડિપોઝીશન)સિન્થેટિક ડાયમંડનો હિસ્સો બજારમાં ધીમે ધીમે વધી રહ્યો હોવાથી,નેચરલની સમાંતર સીવીડી સિન્થેટીક ડાયમંડનું માર્કેટ ડેવલપ થઈ ગયું છે.આગળ જતા કામકાજ ખૂબ જ વધશે એવું અત્યારે દેખાઈ રહ્યું છે.જ્યારે નેચરલ પોલીશ્ડ હીરામાં કામકાજ અત્યારે ખૂબ જ ઓછા થયાં છે.માલ વેચવાનું પણ અઘરું થયું છે.નેચરલ હીરામાં માંગ નથી.પરિણામે ભાવ થોડાં દબાયા છે.પરંતુ બીજીબાજુ રફના ભાવમાં વધારો થયો હોવાથી પડતર મોંઘી પડી રહી છે.

