અમદાવાદ : અમદાવાદમાં શાહીબાગ,ઇસનપુર સહિતના વિસ્તારોમાં ૧૨થી વધુ અછોડા તોડનારા ચેઇન સ્નેચરને પોલીસે રિવરફ્રન્ટ ઉપરથી દબોચી લીધો હતો.પોલીસે રીઢા ગુનેગાર પાસેથી સોનાના રૃા. ૮૦,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.પોલીસ તપાસમાં પાંચ મહિના પહેલા જેલમાંથી જામીન ઉપર છૂટયા બાદ ફરીથી દોરા તોડતો હતો.સોનાનો મુદ્દામાલ વેચવા જતા પહેલા રિવરફ્રન્ટથી પોલીસે રૃા. ૮૦,૦૦૦ની મત્તા સાથે દબોચી લીધો
આ કેસની વિગત એવી છે કે ક્રાઇમ બ્રાંચને માહીતી મળી હતી કે અગાઉ અછોડા તોડવાના ગુનામાં સંડોવાયેલો શખ્સ ેજમાલપુરથી કામા હોટલ તરફ જવાનો છે આ બાતમી આધારે પોલીસે તેને રિવરફ્રન્ટ ઉપરથી દબોચી લીધો હતો પકડાયેલો શખ્સ દરિયાપુર વિસ્તારમાં પોપટીયાવાડ,દાદામીયાની ગલી મામુજીનો ખાંચામાં રહેતા જોએબખાન નાદીરખાન બલોચ(ઉ.વ.૨૫)પાસેથી પોલીસે રૃા.૮૦ હજારના સોનું કબજે કર્યું હતું જેમાં ચેઇનના ટૂકડા હતા.
આરોપી સોના દોરા તોડવાના ગુનામાં જેલમાંથી પાંચ મહિના પહેલા જામીન ઉપર છૂટયો હતો બાદમાં તેણે ઇસનપુર,વાડજ,શાહીબાગ,ઓઢવ અને પાલડી સહિતના વિસ્તારોમાંથી કુલ ૧૨થી વધુ નિર્દોષ નાગરિકોના ગળામાંથી સોનાના અછોડા તોડયા હતા.આરોપીએ કબુલાત કરી હતી તેણે છેલ્લે ગત તા.૨૭ના રોજ શાહીબાગ વિસ્તારમાં શાલીમાર ફ્લેટ નજીક જાહેર રોડ ઉપર ચાલતા જતા વૃધ્ધનો દોરો તોડયો હતો.તોડેલા સોનાના દોરાને વેચવા જતાં પકડાઇ ગયો હતો.


