અમદાવાદ : રામોલમાં ફાયરિંગ કરી તથા અમરાઇવાડી વિસ્તારમાં લમણે પિસ્તોલ તાકીને ખૂનની કોશિષનો ગુનો આચરી નાસતા ફરતા બે માથાભારે શખ્સને ક્રાઇમબ્રાંચે અમરાઇવાડી હાટકેશ્વર સર્કલ પાસેથી ઝડપી પાડયા હતા.પોલીસ તપાસમાં આરોપીઓ પૂર્વ વિસ્તારમાં ૨૦ વર્ષમાં ખૂન,ખૂનની કોશિષ સહીત અનેક ગંભીર પ્રકારના ગુના આચર્યા હતા.ત્રણ માસ પહેલા અમરાઇવાડીમાં યુવકના લમણે પિસ્તોલ તાકી ધમકી મહિના અગાઉ રામોલમાં મધરાતે ફાયરિંગ કરી ખૂનની કોશિષ કરી હતી
આ કેસની વિગત એવી છે કે ક્રાઇમબ્રાંચે ચોક્કસ બાતમી આધારે અમરાઇવાડી વિસ્તારમાં હાટકેશ્વર સર્કલ પાસેથી હાટકેશ્વર,મોદીનગર ખાતે બલરમભાઇની ચાલીમાં રવિકુમાર ઉર્ફે કંડિયો શંકરભાઇ મરાઠી (ઉ.વ.૪૨)તથા વસ્ત્રાલમાં આર.ટી.ઓ રોડ ઉપર સંજયપાર્કમાં રહેતા સંદિપ ઉર્ફે ભુરિયો શિવાભાઇ પાટીલ (ઉ.વ.૩૧)ને ઝડપી પાડયા હતા.પોલીસ તપાસમાં તા.૨૬ એપ્રિલના રોજ અમરાઇવાડીમાં રહેતા ભુપેન્દ્ર ખટીક અને સંદિપ પાટીલને અરાઇવાડીમાં રહેતા મહેન્દ્ર પરિહાર તથા તના દિકરા આકાશસિંગ ઉર્ફે સોનું પરિહાર સાથેની જૂની અદાવતમાં સમાધાન કરવા માટે મહેન્દ્રસિંહ પરિહારના ઘરે જઇ મારા મારી અને ભુપેન્દ્ર ખાટીકે મહેન્દ્રના લમણે પિસ્તોલ તાકીને મારી નાંખવાની ધમકી આપી હતી,જેનો ગુનો અમરાઇવાડીમાં નોંધાયો હતો.
બીજા બનાવમાં ભુપેન્દ્ર ખટીક અને રવિ કંઠીયો તથા સીલુના બીજા માણસો સાથે વાહનોમાં બેસીને ગત તા.૨૯ના રોજ મધરાતે રામોલ કેનાલ પાસે નેહા મોરબી મેદાનમાં આકાશસિંહ ઉર્ફે સોનું પરિહાર તેના મિત્રો સાથે બેઠો હતો આ સમયે ભુપેન્દ્રએ આકાશસિંહ ઉપર ફાયરિંગ કર્યું હતું.જો કે તેઓ બચી ગયા હતા.આરોપીઓ કાર ઉપર ગોળીબાર કરીને નાસી ગયા હતા.


