સુરત : હાથ ઉછીના આપેલા 2 લાખના પાર્ટ પેમેન્ટ પેટે આપેલા ચેક રીટર્ન થયા હતા ઃ રૃા.1.75 લાખનોદંડ ત્રણેક વર્ષ પહેલાં રૃ.2 લાખના દેવાની ચુકવણી પેટે આપેલા રૃ.1.50 લાખના ચેક રીટર્ન કેસમાં આરોપી રિક્ષા ચાલકને એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ ચિરાગ વી.રાણાએ દોષી ઠેરવી એક વર્ષની કેદ,રૃ.1.75 લાખનો દંડ ન ભરે તો વધુ એક માસની કેદની સજા તથા ફરિયાદીને દંડની રકમમાંથી 1.70 લાખ વળતર પેટે ચુકવવા હુકમ કર્યો છે.
સુરત મહાનગર પાલિકાના ફરિયાદી કર્મચારી માવજી છનાભાઈ ગલચર(રે.બાગ જા ચાલ,સૈયદપુરા માર્કેટ)ને આરોપી રિક્ષાચાલક મોહમદ સાકીર મીયામહોમદ પટની(રે.હથ્થુપુરા મહોલ્લો,સૈયદપુરા)સાથે મિત્રતાના સંબંધ હતા.જે દરમિયાન વર્ષ-2019માં આરોપીની પુત્રીના નિકાહ વખતે નાણાંકીય જરૃરિયાત પડતાં ફરિયાદી પાસેથી રૃ.2 લાખ હાથ ઉછીના લીધા હતા.જે ની ચુકવણી માટે આરોપીએ ફરિયાદીને આપેલા રૃ.1.50 લાખનો ચેક રીટર્ન થતાં કોર્ટ ફરિયાદ નોંધાવાઇ હતી.કેસની અંતિમ સુનાવણી બાદ કોર્ટે આરોપીને દોષીટ ઠેરવી સજા-દંડનો હુકમ કર્યો હતો.કોર્ટે જણાવ્યું હતું કે ફરિયાદીને નાણાંકીય નુકસાન તથા ભંડોળની પ્રવાહિતાને થવાથી અન્ય ન્યાયિક પ્રક્રિયાનો સહારો ન લેવો પડે તે માટે યોગ્ય વળતર આપવું ન્યાયના હિતમાં છે.

