બેંગ્લુરુ : આવકવેરા વિભાગ દ્વારા બુથવારે બેંગ્લુરુ સ્થિત ફાર્માસ્યુટિકલકંપની માઇક્રોલેબ્સ લિમિટેડને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે.કંપની કોરોના કાળ દરમિયાન કોરોનાનાદર્દીઓ માટે ડોલો-૬૫૦નું ઉત્પાદન કરીને પ્રકાશમાં આવી હતી.કંપની પર કરચોરીનો આરોપ છે.અધિકારીઓએ જણાવ્યું હતું કે આવકવેરા વિભાગ કંપનીના દસ્તાવેજો,બેલેન્સ શીટ્સ અને બિઝનેસ ડિસ્ટ્રિબ્યુટર નેટવર્કને તપાસ અભિયાનના ભાગરુપે તપાસી રહ્યું છે.પીટીઆઇએ કંપનીને પ્રશ્નાવલિ મોકલી છે.કંપનીનીઅન્યશહેરોમાં આવેલી ઓફિસો,તેના પ્રમોટરો અને વિતરકોના નિવાસ્થાને પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે.
કંપનીએ તેની વેબસાઇટ પર જણાવ્યું હતું ક તે ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ અને એપીઆઇ બનાવવા સાથે જોડાયેલી છે.તેના સમગ્ર દેશમાં ૧૭ ઉત્પાદન એકમછે અને તે વિદેશમાં પણ કારોબાર ધરાવે છે.કંપનીની મહત્વની ફાર્મા પ્રોડક્ટ્સમાં ડોલો ૬૫૦,એમલોંગ,લુબ્રેક્સ,ડિયાપ્રાઇડ,વિલાપ્રાઇડ,ઓલમેટ,આવાસ,ત્રિપ્રાઇડ,બેક્ટોક્લેવ,ટેનેપ્રાઇડ-એમ અનેઆર્બિટેલનો સમાવેશ થાય છે.કોરોના વાઇરસને દુખાવો અને તાવમાં ઘટાડો કરવામાટે ડોલો-૬૫૦(પેઇનકિલર)અને તાવ ઘટાડતીની ડોક્ટરો અને મેડિકલ ઓનરો ભલામણ કરતા હતા.બીજા શબ્દોમાં કહીએ તો કંપનીની દવા ડોલો-૬૫૦ સમગ્ર દેશમાં ઘેર-ઘેર જાણીતુ નામ બની ગઈ છે.
કંપનીની વેબસાઇટે ફેબુ્રઆરીમાં તેની વેબસાઇટ પર પ્રકાશિત ન્યુઝ આર્ટિકલ બતાવ્યો હતો,તેમા જણાવાયુ હતુ કે કંપનીએ ૨૦૨૦માં કોવિડ-૧૯નો ફેલાવો થયાપછી ૩૫૦ કરોડથી વધુ ટેબ્લેટ્સ વેચી છે અને તેને એક જ વર્ષમાં ૪૦૦ કરોડની આવક થઈ છે.આ અહેવાલમાં કંપનીના એમડી દિલીપ સુરાનાનેે ટાંકવામાં આવ્યા હતા.

